Patidar આંદોલનને લઈ મોટા સમાચાર, યુવાનો પર લાગેલા ગંભીર કેસો પરત ખેંચાયા
અમદાવાદમાં પાટીદાર સમાજે આંદોલન કર્યુ હતુ અને આ આંદોલન આખા ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં કરાયું હતુ,જુલાઇ ૨૦૧૫થી શરુ કરી પાટીદાર સમુદાયના લોકો દ્વારા અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના દરજ્જા માટે ગુજરાતભરમાં સાર્વજનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા હતાં.પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં આ આંદોલન ચાલ્યું હતું. સરકાર દ્રારા નથી કરાઈ સ્પષ્ટતા પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા કેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે,જેમાં મોટા નેતાઓ અને અન્ય લોકો સામે નોંધાયેલ ગુનાઓ પરત ખેંચી શકે છે સરકાર,પરંતુ સરકાર તરફથી આવી કોઈ વાત જાહેર કરવામાં આવી નથી,પરંતુ આજ સાંજ સુધી જાહેરાત થઈ શકે તેવી વાત સૂત્રો તરફથી મળી રહી છે,હાર્દિક પટેલે પીએમ,અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે.રાજદ્રોહનો કેસ પણ પાચો ખેંચવા સરકાર કવાયત કરી રહી છે. ધારાસભ્ય હાર્દિક પટેલે માન્યો આભાર પાટીદાર અનામત આંદોલન વખતના કેસ પાછા ખેંચાયા હોવાની વાત સામે આવી છે જેમાં ધારાસભ્ય હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો છે.પાટીદાર આંદોલનથી સવર્ણોને ફાયદો થયો છે તેવું હાર્દિક પટેલનું કહેવું છે,સવર્ણોને 10 ટકા EWSનો લાભ મળ્યો છે. 1000 કરોડનું યુવા સ્વાલંબન પેકેજનો લાભ મળ્યો અને હાર્દિક પટેલે PM મોદી અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે, 10 ટકા અનામતનો ખરડો પસાર થયો હતો ભારતીય સંસદમાં ૧૦૩મો બંધારણીય સુધારો 14 જાન્યુઆરી 2019ના રોજ પસાર કરીને આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે 10 ટકા અનામતનો ખરડો પસાર થયો હતો. જે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.ગુજરાત સરકારે પણ સમાન અમલ મૂકવાનો ઠરાવ પસાર કર્યો હતો.૧૨ માર્ચ ૨૦૧૯ના રોજ હાર્દિક પટેલ વિધિવત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઇ ગયો હતો અને ત્યારબાદ તે ભાજપમાં જોડાયો અને અત્યારે વિરમગામ ભાજપનો ધારાસભ્ય છે.
![Patidar આંદોલનને લઈ મોટા સમાચાર, યુવાનો પર લાગેલા ગંભીર કેસો પરત ખેંચાયા](https://epapercdn.sandesh.com/images/2025/02/07/7d7JRVzbLGfwwpsIcxDd46PZp4iNRq8MQcHF5UA5.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં પાટીદાર સમાજે આંદોલન કર્યુ હતુ અને આ આંદોલન આખા ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં કરાયું હતુ,જુલાઇ ૨૦૧૫થી શરુ કરી પાટીદાર સમુદાયના લોકો દ્વારા અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના દરજ્જા માટે ગુજરાતભરમાં સાર્વજનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા હતાં.પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં આ આંદોલન ચાલ્યું હતું.
સરકાર દ્રારા નથી કરાઈ સ્પષ્ટતા
પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા કેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે,જેમાં મોટા નેતાઓ અને અન્ય લોકો સામે નોંધાયેલ ગુનાઓ પરત ખેંચી શકે છે સરકાર,પરંતુ સરકાર તરફથી આવી કોઈ વાત જાહેર કરવામાં આવી નથી,પરંતુ આજ સાંજ સુધી જાહેરાત થઈ શકે તેવી વાત સૂત્રો તરફથી મળી રહી છે,હાર્દિક પટેલે પીએમ,અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે.રાજદ્રોહનો કેસ પણ પાચો ખેંચવા સરકાર કવાયત કરી રહી છે.
ધારાસભ્ય હાર્દિક પટેલે માન્યો આભાર
પાટીદાર અનામત આંદોલન વખતના કેસ પાછા ખેંચાયા હોવાની વાત સામે આવી છે જેમાં ધારાસભ્ય હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો છે.પાટીદાર આંદોલનથી સવર્ણોને ફાયદો થયો છે તેવું હાર્દિક પટેલનું કહેવું છે,સવર્ણોને 10 ટકા EWSનો લાભ મળ્યો છે. 1000 કરોડનું યુવા સ્વાલંબન પેકેજનો લાભ મળ્યો અને હાર્દિક પટેલે PM મોદી અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે,
10 ટકા અનામતનો ખરડો પસાર થયો હતો
ભારતીય સંસદમાં ૧૦૩મો બંધારણીય સુધારો 14 જાન્યુઆરી 2019ના રોજ પસાર કરીને આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે 10 ટકા અનામતનો ખરડો પસાર થયો હતો. જે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.ગુજરાત સરકારે પણ સમાન અમલ મૂકવાનો ઠરાવ પસાર કર્યો હતો.૧૨ માર્ચ ૨૦૧૯ના રોજ હાર્દિક પટેલ વિધિવત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઇ ગયો હતો અને ત્યારબાદ તે ભાજપમાં જોડાયો અને અત્યારે વિરમગામ ભાજપનો ધારાસભ્ય છે.