Patanમાં ધોધમાર વરસાદ, ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી

Jul 4, 2025 - 19:00
Patanમાં ધોધમાર વરસાદ, ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં આજે પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભાગવવાનો વારો આવ્યો છે. પાટણમાં ગરનાળામાં પાણી ભરાતા જનતા હોસ્પિટલથી નવજીવન ચોકડી તરફનો રસ્તો બંધ થયો છે.

વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો

હવામાન ખાતાની આગાહીને લઈને પાટણ શહેર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. પાટણમાં ભારે વરસાદના કારણે પાટણ-હારીજ હાઈવે પર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

પાટણમાં ભારે વરસાદ

પાટણ શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ગરનાળામાં પાણી ભરાતા વાહનો પાણીમાં ફસાયા હતા. ગરનાળામાં પાણી ભરાતા જનતા હોસ્પિટલથી નવજીવન ચોકડીનો રસ્તો બંધ થયો છે. પાટણમાં ધોધમાર વરસાદથી ભારે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0