Patan: સિદ્ધપુરના સરદાર પટેલ સભાગૃહમાં ગોપાલક કર્મચારી ક્રેડિટ સોસા.ની વાર્ષિક સાધારણ સભા મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સિદ્ધપુરના સરદાર પટેલ હોલ ખાતે રવિવારે શ્રી સિધ્ધપુર તાલુકા ગોપાલક કર્મચારી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડની 15 મી વાર્ષિક સાધારણ સભા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવેલા સરદાર પટેલ હોલ ખાતે રવિવારે સવારે શ્રી સિદ્ધપુર તાલુકા ગોપાલક કર્મચારી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડની 15મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ ઉપસ્થિત રહીને શ્રી સિધ્ધપુર તાલુકા ગોપાલક કર્મચારી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીને સહકારી ક્ષેત્રમાં પ્રગતિના પંથે આગળ વધીને સફ્ળતાના 15 વર્ષ એ ગ્રેડ સાથે પૂરા કરી છોડમાં વર્ષમાં પ્રવેશ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ક્રેડીટ સોસાયટીની સ્થાપના 15 વર્ષ અગાઉ શંભુભાઈ દેસાઈ દ્ધારા કરવામાં આવી હતી જેઓ આજે 15 વર્ષ બાદ પણ આ સંસ્થાના પ્રમુખ છે. ક્રેડીટ સોસાયટી પાસે 2.32 કરોડ રૂપિયા જેટલુ કેપીટલ છે તેમજ 200 જેટલા સભાસદો છે. ક્રેડીટ સોસાયટી દ્ધારા સભાસદને 5 લાખ રૂપિયા સુધીનું ધિરાણ કરવામાં આવે છે. આ પ્રસંગે ક્રેડિટ સોસાયટીના પ્રમુખ શંભુભાઈ બી દેસાઈ અને મંત્રી અમૃતભાઈ એ દેસાઈ સહિત સભ્યો તથા સમારંભના દાતા હરગોવનભાઈ કરમશીભાઈ દેસાઈ ખોલવાડાની ઉપસ્થિતીમાં રાજ્ય સરકારમાં સારી કામગીરી કરી એવોર્ડ મેળવનાર તેમજ વય મર્યાદાને લીધે નિવૃત થનારા તેમજ બાળકોને ઈનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
What's Your Reaction?






