Patan બાળ તસ્કરી કેસમાં સ્ફોટક ખુલાસો, કચ્છ-પાટણ બોર્ડર વિસ્તારમાં નવજાતની હેરાફેરીનું નેટવર્ક

પાટણ બાળ તસ્કરી કેસમાં સ્ફોટક ખુલાસો થયો છે. કચ્છ-પાટણ બોર્ડર વિસ્તારમાં નવજાતની હેરાફેરીનું નેટવર્ક હોવાનો ભાંડો ફૂટ્યો છે. 10થી વધુ નવજાત વેચાયા હોવાની આશંકા પ્રબળ વધી છે. સુરેશ અને શિલ્પા ઠાકોરે બનાવ્યું હતું નેટવર્ક. નવજાતને વેચવા માટે કોડવર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. બાળક માટે ‘ફર્સ્ટ’, બાળકી માટે ‘સેકન્ડ’ કોડવર્ડ રાખવામાં આવ્યો હતો. કુંવારી સગર્ભાઓની બોગસ હોસ્પિટલમાં ડિલીવરી કરાવતા હતા જેથી કૌભાંડને સરળતાથી અંજામ આપી શકાય. બિમાર બાળક ખરીદનાર નિરવ મોદી પણ શંકાના દાયરામાં. 1.20 લાખમાં નિરવ મોદીએ બાળક ખરીદ્યું હતું. આડેસરથી લાવેલી બાળકીને ખરીદનાર કોણ તે મોટો પ્રશ્ન સેવાઇ રહ્યો છે. રાધનપુરની મોટી હોસ્પિટલના ડોક્ટર્સની સંડોવણીની શંકા છે. બાળક દાટ્યું હતું તે જગ્યા પર શિલ્પા ઠાકોર ફરી ગઇ હતી. ટોળકી મજબૂરીવાળા પ્રેમી-પંખીડાઓને શિકાર બનાવતી હતી. શિકાર શોધવા માટે એજન્ટો પણ બનાવાયા હતા. નાના એજન્ટોને બાળકના વેચાણ માટે 20-30 હજાર મળતા હતા.પાટણ એસઓજીની ટીમ હાલમાં બાળકી અને બાળક સુરેશ ઠાકોર કોની પાસેથી લાવ્યો તેની માહીતી ભેગી કરી રહી છે  સુરેશ ઠાકોર બાળકનો લાખોમાં સોદો કરતો હતો. કમ્પાઉન્ડરને રોજના 3 હજાર રૂપિયા ચૂકવતો હતો. પાટણ બાળ તસ્કરી કેસમાં પોલીસની ઢીલી તપાસ. 5 આરોપીઓની ધરપકડ બાદ પણ પુરાવાનો અભાવ રહેતા સવાલો ઉભા થઇ રહ્યા છે.પોલીસે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરને ફરીથી 4 દિવસના રિમાન્ડ પર લીધા છે પાટણમાંથી બહાર આવેલા નવજાત બાળકોનાં હેરાફેરીના કૌભાંડમાં દરરોજ નવી ચોંકાવનારી માહીતી બહાર આવી છે. કચ્છના આડેસરમાંની નવજાત બાળકીનો સુરેશ ઠાકોરે 5 લાખમાં સોદો કર્યો હોવાની વિગત સામે આવી છે. સુરેશ ઠાકોરની ટોળકી ખરીદનાર વ્યકિતને નવજાતને સોંપતા પહેલા આડેસરમાંથી ડીલીવરી લઈને રાધનપુરની નિષ્ઠા હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં એક દિવસ રાખ્યા બાદ સામેની ખરીદનાર વ્યકિત લેવા ન આવતા આ બાળકીને હોસ્પિટલમાંથી લઈને જતા રહ્યા હતા. બાદમાં આ બાળકીનુ રહસ્યમ મોત થઈ જતા તેની બનાસ નદી પાસેની નિર્જન જગ્યાએ દાટી દીધી હતી જો કે જે જગ્યાએ દાટી હતી ત્યાં બાળકીના કોઈ અવશેષ મળ્યા નથી પણ સ્થળ પરથી માટી અને મીઠાના સેમ્પલ લઈને એફએસએલ હાલ તપાસ કરી રહી છે.નેટવર્ક પાટણથી લઈને કચ્છ સુધીના સરહદી ગામડાઓમાં હતુ જયાં મોટાભાગના મેડીકલ ક્ષેત્રે જોડાયેલા લોકો છે પાટણ એસઓજીની ટીમ હાલમાં બાળકી અને બાળક સુરેશ ઠાકોર કોની પાસેથી લાવ્યો તેની માહીતી ભેગી કરી રહી છે આ કેસના આ બંને આરોપીઓ વિરુદ્ધ બાળકને કે ત્યજી દેવું અને પુરાવાનો નાશ કરવાની કલમોનો ઉમેરો કરશે. બીજી તરફ્ આ બંને આરોપીઓના રિમાન્ડ સોમવારે પુરા થતા પોલીસે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરને ફરીથી 4 દિવસના રિમાન્ડ પર લીધા છે. મળતી માહિતી અનુસાર નકલી ડોકટર સુરેશઠાકોરની ટોળકીએ અલગ અલગ તાલુકામાંથી 10થી વધુ નવજાતના સોદા કર્યા હોવાની શકયતા છે જે નેટવર્કને ભેદવા માટે પાટણ એસઓજી તપાસમાં લાગી છે. સાંતલપુરના કોરડા ગામે રહેતો નકલી ડોકટર સુરેશ ઠાકોર ગામમાં બોગસ દવાખાનુ ચલાવતો હતો અને તેની રોજની 20 હજારની પ્રેકટીસ હતી તેને ત્યાં રાખેલા કમ્પાઉંન્ટરને રોજના 3 હજાર ચુકવતો હોવાની વાત સામે આવી છે. નકલી ડોકટર સુરેશ ઠાકોરનુ મોટાભાગનુ નેટવર્ક પાટણથી લઈને કચ્છ સુધીના સરહદી ગામડાઓમાં હતુ જયાં મોટાભાગના મેડીકલ ક્ષેત્રે જોડાયેલા લોકો છે. મોટાભાગના યુવકો સરકારી દવાખાનાઓમાં કરાર આધારિત નોકરી કરતા હતા જેમાં કેટલાક યુવકોનો કોન્ટ્રાક્ટ પુરો થઈ જતા આવા નવજાતને વેચવાની ટોળકી સાથે કામ કરતા હોવાની માહીતી બહાર આવી છે. મુખ્ય સુત્રધાર સુરેશ ઠાકોર સાથે જોડાયેલી આવી ટોળકી નવજાત બાળકોની ડીલીવરી કયાં થઈ કયાં થવાની છે તેની ખબર રાખતી હતી. અધુરા માસે જન્મેલા, કુંવારી માતાના કુખે જન્મેલા નવજાત આવતાની સાથે આ ટોળકી તેમને નાણાકીય લાલચ આપીને સોદો કરતાં હતા.

Patan બાળ તસ્કરી કેસમાં સ્ફોટક ખુલાસો, કચ્છ-પાટણ બોર્ડર વિસ્તારમાં નવજાતની હેરાફેરીનું નેટવર્ક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ બાળ તસ્કરી કેસમાં સ્ફોટક ખુલાસો થયો છે. કચ્છ-પાટણ બોર્ડર વિસ્તારમાં નવજાતની હેરાફેરીનું નેટવર્ક હોવાનો ભાંડો ફૂટ્યો છે. 10થી વધુ નવજાત વેચાયા હોવાની આશંકા પ્રબળ વધી છે. સુરેશ અને શિલ્પા ઠાકોરે બનાવ્યું હતું નેટવર્ક. નવજાતને વેચવા માટે કોડવર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. બાળક માટે ‘ફર્સ્ટ’, બાળકી માટે ‘સેકન્ડ’ કોડવર્ડ રાખવામાં આવ્યો હતો.

કુંવારી સગર્ભાઓની બોગસ હોસ્પિટલમાં ડિલીવરી કરાવતા હતા જેથી કૌભાંડને સરળતાથી અંજામ આપી શકાય.


બિમાર બાળક ખરીદનાર નિરવ મોદી પણ શંકાના દાયરામાં. 1.20 લાખમાં નિરવ મોદીએ બાળક ખરીદ્યું હતું. આડેસરથી લાવેલી બાળકીને ખરીદનાર કોણ તે મોટો પ્રશ્ન સેવાઇ રહ્યો છે. રાધનપુરની મોટી હોસ્પિટલના ડોક્ટર્સની સંડોવણીની શંકા છે. બાળક દાટ્યું હતું તે જગ્યા પર શિલ્પા ઠાકોર ફરી ગઇ હતી. ટોળકી મજબૂરીવાળા પ્રેમી-પંખીડાઓને શિકાર બનાવતી હતી. શિકાર શોધવા માટે એજન્ટો પણ બનાવાયા હતા. નાના એજન્ટોને બાળકના વેચાણ માટે 20-30 હજાર મળતા હતા.

પાટણ એસઓજીની ટીમ હાલમાં બાળકી અને બાળક સુરેશ ઠાકોર કોની પાસેથી લાવ્યો તેની માહીતી ભેગી કરી રહી છે 


સુરેશ ઠાકોર બાળકનો લાખોમાં સોદો કરતો હતો. કમ્પાઉન્ડરને રોજના 3 હજાર રૂપિયા ચૂકવતો હતો. પાટણ બાળ તસ્કરી કેસમાં પોલીસની ઢીલી તપાસ. 5 આરોપીઓની ધરપકડ બાદ પણ પુરાવાનો અભાવ રહેતા સવાલો ઉભા થઇ રહ્યા છે.

પોલીસે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરને ફરીથી 4 દિવસના રિમાન્ડ પર લીધા છે


પાટણમાંથી બહાર આવેલા નવજાત બાળકોનાં હેરાફેરીના કૌભાંડમાં દરરોજ નવી ચોંકાવનારી માહીતી બહાર આવી છે. કચ્છના આડેસરમાંની નવજાત બાળકીનો સુરેશ ઠાકોરે 5 લાખમાં સોદો કર્યો હોવાની વિગત સામે આવી છે. સુરેશ ઠાકોરની ટોળકી ખરીદનાર વ્યકિતને નવજાતને સોંપતા પહેલા આડેસરમાંથી ડીલીવરી લઈને રાધનપુરની નિષ્ઠા હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં એક દિવસ રાખ્યા બાદ સામેની ખરીદનાર વ્યકિત લેવા ન આવતા આ બાળકીને હોસ્પિટલમાંથી લઈને જતા રહ્યા હતા. બાદમાં આ બાળકીનુ રહસ્યમ મોત થઈ જતા તેની બનાસ નદી પાસેની નિર્જન જગ્યાએ દાટી દીધી હતી જો કે જે જગ્યાએ દાટી હતી ત્યાં બાળકીના કોઈ અવશેષ મળ્યા નથી પણ સ્થળ પરથી માટી અને મીઠાના સેમ્પલ લઈને એફએસએલ હાલ તપાસ કરી રહી છે.

નેટવર્ક પાટણથી લઈને કચ્છ સુધીના સરહદી ગામડાઓમાં હતુ જયાં મોટાભાગના મેડીકલ ક્ષેત્રે જોડાયેલા લોકો છે


પાટણ એસઓજીની ટીમ હાલમાં બાળકી અને બાળક સુરેશ ઠાકોર કોની પાસેથી લાવ્યો તેની માહીતી ભેગી કરી રહી છે આ કેસના આ બંને આરોપીઓ વિરુદ્ધ બાળકને કે ત્યજી દેવું અને પુરાવાનો નાશ કરવાની કલમોનો ઉમેરો કરશે. બીજી તરફ્ આ બંને આરોપીઓના રિમાન્ડ સોમવારે પુરા થતા પોલીસે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરને ફરીથી 4 દિવસના રિમાન્ડ પર લીધા છે.


મળતી માહિતી અનુસાર નકલી ડોકટર સુરેશઠાકોરની ટોળકીએ અલગ અલગ તાલુકામાંથી 10થી વધુ નવજાતના સોદા કર્યા હોવાની શકયતા છે જે નેટવર્કને ભેદવા માટે પાટણ એસઓજી તપાસમાં લાગી છે. સાંતલપુરના કોરડા ગામે રહેતો નકલી ડોકટર સુરેશ ઠાકોર ગામમાં બોગસ દવાખાનુ ચલાવતો હતો અને તેની રોજની 20 હજારની પ્રેકટીસ હતી તેને ત્યાં રાખેલા કમ્પાઉંન્ટરને રોજના 3 હજાર ચુકવતો હોવાની વાત સામે આવી છે. નકલી ડોકટર સુરેશ ઠાકોરનુ મોટાભાગનુ નેટવર્ક પાટણથી લઈને કચ્છ સુધીના સરહદી ગામડાઓમાં હતુ જયાં મોટાભાગના મેડીકલ ક્ષેત્રે જોડાયેલા લોકો છે.


મોટાભાગના યુવકો સરકારી દવાખાનાઓમાં કરાર આધારિત નોકરી કરતા હતા જેમાં કેટલાક યુવકોનો કોન્ટ્રાક્ટ પુરો થઈ જતા આવા નવજાતને વેચવાની ટોળકી સાથે કામ કરતા હોવાની માહીતી બહાર આવી છે. મુખ્ય સુત્રધાર સુરેશ ઠાકોર સાથે જોડાયેલી આવી ટોળકી નવજાત બાળકોની ડીલીવરી કયાં થઈ કયાં થવાની છે તેની ખબર રાખતી હતી. અધુરા માસે જન્મેલા, કુંવારી માતાના કુખે જન્મેલા નવજાત આવતાની સાથે આ ટોળકી તેમને નાણાકીય લાલચ આપીને સોદો કરતાં હતા.