Patan: પાટણ જિલ્લા કલેકટરની બદલી થતાં વિદાય સમારોહ યોજી વિદાય અપાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તાજેતરમાં જ રાજ્યમાં IAS અધિકારીઓની કરવામાં આવેલી બદલીઓ દરમિયાન પાટણ જિલ્લા કલેકટર તથા રાધનપુર મદદનીશ કલેકટરની પણ બદલી થવા પામી હતી. જેને લઈ બંને અધિકારીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદાય સમારોહનું આયોજન કરી વિદાય આપી હતી. આ પ્રસંગે બંને અધિકારીઓ દ્વારા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે વર્ષમાં ફરજ સંભાળનાર કલેકટર તુષાર ભટ્ટની તાજેતરમાં જ બદલી કરી દેવામાં આવી છે. તેમની સાથે સાથે મુળ રાજસ્થાનના અને 2022ની બેચના IAS રાધનપુર ખાતેના મદદનીશ કલેકટર રાજેશકુમાર મોર્યને પણ બઢતી સાથે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન તાપી ખાતે બદલી થતાં જિલ્લા કલેકટર કચેરી ખાતે બંને અધિકારીઓનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને અધિકારીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયમાં કરેલી કામગીરીને બિરદાવી હતી. આ તબક્કે વિદાયમાન બંને અધિકારીઓ દ્વારા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

