Patan: ચાણસ્માના દાણોદરડા પાસે વાહનની ટક્કરે બાઇકચાલક યુવકનું મોત થયું

Jul 14, 2025 - 02:00
Patan: ચાણસ્માના દાણોદરડા પાસે વાહનની ટક્કરે બાઇકચાલક યુવકનું મોત થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચાણસ્મા તાલુકાના મેરવાડા ગામના 20 વર્ષીય યુવકનું ચાણસ્માના દાણોદરડા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોત થતા પરિવારમાં શોકનું ફરી વળ્યું છે. મેરવાડાનો રહેવાસી યુવક રાત્રે બાઇક લઇને ધીણોજ તરફથી તેના ઘરે મેરવાડા ગામે જઈ રહ્યો હતો. તે સમયે અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચાણસ્મા પીઆઇ આર.એચ. સોલંકીએ હાથ ધરી છે.

મેરવાડા ગામનો રાહુલ કાળાજી ઠાકોર ઉ.વ 20 શનિવારે રાત્રે ધિણોજ તરફ્થી બાઇક લઇને તેના ગામ મેરવાડા જતો હતો. તે દરમિયાન દાણોદરડા નજીક કોલેજ પાસે પહોંચતા અજાણ્યા વાહનચાલકે બાઇકને ટક્કર મારતાં યુવક નીચે પટકાતાં ગંભીર ઈજાઓના કારણે તેનું મોત નિપજ્યું હતું. જેની જાણ પરિવારજનોને થતાં લણવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને જુવાનજોધ દીકરાનું અવસાન થતાં ભારે રોકકળ કરી મૂકી હતી. ઘટના અંગે ચાણસ્મા પોલીસે યુવકના મૃતદેહનું પીએમ કરાવી અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0