Patan: અમદાવાદ છાત્રની હત્યા મુદ્દે સિંધી સમાજે આવેદન આપ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મણિનગર ખોખરાની સેવન્થ ડે સ્કુલમાં ગત તા.19 ઓગસ્ટના રોજ સામાન્ય ધકકામુકકી મામલે સહપાઠી વિદ્યાર્થીઓએ અન્ય એક વિદ્યાર્થીને તીક્ષ્ણ હથિયાર મારી તેની હત્યા કરી નાખતા સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જોકે આ ઘટનામાં મૃત્યુ પામનાર નયન સંતાણી નામનો વિદ્યાર્થી સિંધી સમાજનો હોઈ સમગ્ર સિંધી સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જે અનુસંધાને શુક્રવારે પાટણ જનરલ સીંધી પંચાયત દ્વારા હત્યા મામલે જીલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જેમાં શાળામાં બે વિદ્યાર્થીઓ દ્વારા સામાન્ય બાબતને લઈ સમાજના વિદ્યાર્થી પર કરેલા જીવલેણ હુમલા બાબતે જે પણ કસુરવાર પુરવાર થાય તેની વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ નયન સંતાણીને સિંધી સમાજના લોકોએ કચેરીના પ્રાંગણ ખાતે બે મિનિટનું મૌન પાળી શ્રાધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
What's Your Reaction?






