Patan News : જુગારીઓનો નવો કીમિયો, પોલીસથી બચવા કરતા હતા આ પ્રયોગ, 8 ઝડપાયા

Jul 28, 2025 - 15:00
Patan News : જુગારીઓનો નવો કીમિયો, પોલીસથી બચવા કરતા હતા આ પ્રયોગ, 8 ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પતન શહેરમાંથી એક હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં સરકારી કર્મચારી, બિલ્ડર સહિત કુલ આઠ લોકોની ધરપકડ કરી છે.

સરકારી કર્મચારી, બિલ્ડર સહિત આઠ ઝડપાયા

મળતી જાણકારી અનુસાર, પાટણ શહેરના કોઈ ગુપ્ત સ્થળે આ જુગારધામ ધમધમી રહ્યું હતું. જુગાર રમવાની પદ્ધતિ પણ પરંપરાગત નહોતી. અહીં રોકડ રકમની સીધી લેવડદેવડ કરવાને બદલે, ખાસ પ્રકારના કોઈનનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે પોલીસથી બચવા માટેની એક યુક્તિ હોવાનું મનાય છે. આ પદ્ધતિથી જુગારીઓ અને સંચાલકોને પોલીસની નજરથી બચાવવા સરળતા રહેતી હતી. પોલીસે તમામ જુગારીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે મુદ્દામાલ કબજે કર્યો

પોલીસ અધિક્ષકને મળેલી ગુપ્ત માહિતીના આધારે, સ્થાનિક પોલીસે આ જુગારધામ પર ઓચિંતો દરોડો પડ્યો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા કોઈન, અન્ય જુગારનો સામાન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આઠ આરોપીઓમાં સમાજના પ્રતિષ્ઠિત ગણાતા સરકારી કર્મચારીઓ અને બિલ્ડરોનો પણ સમાવેશ થતો હોવાથી આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. જુગારધામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0