Patan News : જીલિયા ફાર્મ પર થયેલા હુમલાના કેસમાં પાટણ પોલીસ એક્શન મોડમાં

Mar 21, 2026 - 01:30
Patan News :  જીલિયા ફાર્મ પર થયેલા હુમલાના કેસમાં પાટણ પોલીસ એક્શન મોડમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ પોલીસ જીલિયા ફાર્મ પર થયેલા હુમલાના કેસમાં એક્શનમાં આવી ગઈ છે. વામેયા ગેંગના લોકોની ટાંટિયા તોડ સર્વિસ કર્યા બાદ હવે મસ્તાની ગેંગનો હિસાબ કરવાની શરૂઆત કરી છે. જે ફાર્મ પર હુમલો થયો હતો તે ભાવેશ રબારીનું હોવાનું સામે આવ્યું છે. ભાવેશ રબારીના ફાર્મ પર હુમલો થયો હતો. હવે ભાવેશ રબારીના ફાર્મ પર બુલડોઝર ફરશે. વહિવટી તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવશે. જીલિયા ફાર્મ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.

ભાવેશ જીલિયા સામે 10 જેટલા ગંભીર ગુના

પોલીસે હુમલો કરનારા 18 આરોપીઓની જાહેરમાં સરભરા કરી હતી. માંડોત્રી ફાર્મ ખાતે હુમલાનું કાવતરુ રચાયુ હતું. બે ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ફાર્મના માલિક ભાવેશ જીલિયા સામે 10 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. ગુજસીટોક અને આર્મ્સ એક્ટ હેઠળ અગાઉ ફરિયાદો નોંધાઈ છે. સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની ઉશ્કેરણી કરનારાઓ સામે પણ કેસ થશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0