Patan News: જન આક્રોશ રેલી વચ્ચે કોંગ્રેસને જ લાગ્યો દારૂનો દાગ, રાધનપુરનો વીડિયો-ઓડિયો ક્લિપ વાયરલ!

Dec 13, 2025 - 14:30
Patan News: જન આક્રોશ રેલી વચ્ચે કોંગ્રેસને જ લાગ્યો દારૂનો દાગ, રાધનપુરનો વીડિયો-ઓડિયો ક્લિપ વાયરલ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કોંગ્રેસ પક્ષ જ્યારે સમગ્ર રાજ્યમાં દારૂ અને ડ્રગ્સની બદીને નાબૂદ કરવાના જન આક્રોશ રેલીઓ યોજી રહી છે, ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાંથી વાયરલ થયેલા એક વીડિયો અને ઓડિયો ક્લિપે કોંગ્રેસની આ ઝુંબેશ પર જ ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખુદ કોંગ્રેસ પક્ષના જ એક પીઢ આગેવાન પર દારૂના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા હોવાનો સીધો આક્ષેપ થતાં રાજકારણ ગરમાયું છે.

વીડિયોમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ અને વેચાણ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રાધનપુર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂની હાટડીઓ ચાલતી હોવાના દ્રશ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો બિન્દાસ રીતે બિયરના ટિનનું વેચાણ કરતા અને દારૂના અડ્ડા પર ખુલ્લેઆમ મહેફિલ માણતા નજરે પડે છે. આ દ્રશ્યો રાજ્યમાં દારૂબંધીના દાવાઓ સામે એક મોટો પડકાર ફેંકી રહ્યા છે.

ઓડિયો ક્લિપમાં કોંગ્રેસના આગેવાનનો સીધો ઉલ્લેખ

વીડિયોની સાથે વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપ વધુ વિસ્ફોટક સાબિત થઈ છે. આ ઓડિયોમાં એક સ્થાનિક વ્યક્તિ દ્વારા દારૂના આ ગેરકાયદેસર ધંધા વિશે પૂછપરછ કરવામાં આવતા સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ દારૂનું સ્ટેન્ડ ચલાવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રાધનપુર કોંગ્રેસનો એક પીઢ અને જાણીતો આગેવાન છે. ક્લિપમાં દાવો કરાયો છે કે, આ દારૂનો અડ્ડો તે કોંગ્રેસના નેતાના સીધા સંચાલન હેઠળ ચાલી રહ્યો છે.

દારૂનું ખુલ્લેઆમ વેચાણ અને મહેફિલ કોના ઈશારે ચાલતી હતી?

કોંગ્રેસ એક તરફ દારૂ-ડ્રગ્સ વિરુદ્ધ સૂર પુરાવે છે અને બીજી તરફ તેના જ આગેવાન પર ગેરકાયદેસર દારૂના ધંધામાં સામેલગીરીનો આક્ષેપ થતાં પક્ષની વિશ્વસનીયતા જોખમમાં મુકાઈ છે. કોંગ્રેસે આ મામલે તાત્કાલિક સ્પષ્ટતા કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. હવે આ મામલો પોલીસ તપાસમાં છે. દારૂબંધીવાળા ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ અને મહેફિલ કોના ઈશારે ચાલતી હતી, તે પોલીસની તપાસ બાદ જ ખબર પડશે. જોકે, આ વીડિયો-ઓડિયો ક્લિપે કોંગ્રેસ માટે મોટી રાજકીય સમસ્યા ઊભી કરી દીધી છે.


આ પણ વાંચો - Vadodara News: વીમાના પૈસાની લાલચમાં હત્યા, આરોપી રમીઝ શેખને સાથી રાખી કરાયું હત્યાનું રિકન્સ્ટ્રક્શન


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0