Patan News: જનતા હોસ્પિટલમાં મહિલાએ એકસાથે 3 પુત્રોને જન્મ આપ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ શહેરમાં આવેલી જાણીતી જનતા હોસ્પિટલમાંથી તબીબી જગતને ગૌરવ અપાવે તેવા સુખદ સમાચાર સામે આવ્યા છે. જનતા હોસ્પિટલના કુશળ તબીબોની ટીમે ભારે જોખમ ધરાવતી એક જટિલ પ્રસૂતિને અત્યંત સફળતાપૂર્વક પાર પાડી છે. આ સફળ ઓપરેશન દરમિયાન એક ગર્ભવતી મહિલાએ એકસાથે ત્રણ પુત્રોને જન્મ આપ્યો છે. આ ખુશખબર મળતા જ જનતા હોસ્પિટલ સ્ટાફ સહિત પરિવારજનોમાં હર્ષની હેલી વ્યાપી ગઈ છે.
ડૉ. મિહિર દવે અને ટીમની કમાલ
સામાન્ય રીતે એકસાથે ત્રણ બાળકોનો ગર્ભ ધારણ કરવો એ તબીબી વિજ્ઞાનમાં ખૂબ જ જટિલ અને ઉચ્ચ જોખમ ધરાવતો કેસ માનવામાં આવે છે. આવા કિસ્સામાં માતા અને બાળકો બંનેના જીવનું જોખમ રહેતું હોય છે, પરંતુ જનતા હોસ્પિટલના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. મિહિર દવે અને તેમની નિષ્ણાત મેડિકલ ટીમે પોતાની દીર્ઘદ્રષ્ટિ અને અદભુત તબીબી કુશળતાનો પરિચય આપીને આ સિઝેરિયન ઓપરેશનને પૂરી સફળતા સાથે પૂર્ણ કર્યું હતું.
માતા અને ત્રણેય નવજાત શિશુઓ એકદમ સ્વસ્થ
લાંબા સમયની જહેમત અને સઘન ઓપરેશન બાદ મહિલાએ 3 સ્વસ્થ પુત્રોને જન્મ આપ્યો છે. ડિલિવરી બાદ હોસ્પિટલની ખાસ મેડિકલ ટીમ દ્વારા માતા અને ત્રણેય નવજાત શિશુઓની તબિયત પર ચોવીસ કલાક કડક અને સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. તબીબોના જણાવ્યા અનુસાર, હાલ માતા અને ત્રણેય બાળકોની તબિયત એકદમ સુધારા પર અને સ્વસ્થ છે.
પરિવારે માન્યો હોસ્પિટલ તંત્રનો આભાર
જનતા હોસ્પિટલ માટે આ અસાધારણ સફળતા વધુ એક મોટી તબીબી સિદ્ધિ સમાન સાબિત થઈ છે. એકસાથે ઘરના આંગણે ત્રણ-ત્રણ પારણા બંધાવાના હોવાથી શ્રમિક પરિવારની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. કપરા સમયે યોગ્ય માર્ગદર્શન અને ઈશ્વર સમાન બનીને બાળકોની સુરક્ષિત ડિલિવરી કરાવવા બદલ ખુશખુશાલ પરિવારે ડૉ. મિહિર દવે અને તેમની સમગ્ર મેડિકલ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો -
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

