Patan: સિધ્ધપુરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત
સિદ્ધપુરમાં ગાગલાસણ ગામ નજીક ડાલુ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માતમાં 15થી વધુ લોકોને ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, સિધ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળામાં જઈ પરત ફરી રહેલા લોકોને અકસ્માત નડ્યો છે. અકસ્માતમા ડાલામાં સવાર 15થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. ગાગલાસણ ગામ નજીક આવેલ ધરતી બંગ્લોઝ પાસે જીપ ડાલાનો સ્ટેયરીગ પરનું કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તમામ ઘાયલોને બાલાજી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ઘરી છે.અગાઉ પાટણના સિદ્ધપુર હાઇવે પર તાવડીયા અને કાકોશી ચાર રસ્તા નજીક બાઈક સ્લીપ મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. યુવકો મહેસાણા ખાતે સત્સંગ ખાતેથી પરત ફરતી વખતે બાઈક સ્લીપ ખાઈ જતા યુવકો રોડ પર પટકાયા હતા. જેમાં એક યુવકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સિદ્ધપુરમાં ગાગલાસણ ગામ નજીક ડાલુ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માતમાં 15થી વધુ લોકોને ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સિધ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળામાં જઈ પરત ફરી રહેલા લોકોને અકસ્માત નડ્યો છે. અકસ્માતમા ડાલામાં સવાર 15થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. ગાગલાસણ ગામ નજીક આવેલ ધરતી બંગ્લોઝ પાસે જીપ ડાલાનો સ્ટેયરીગ પરનું કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તમામ ઘાયલોને બાલાજી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ઘરી છે.
અગાઉ પાટણના સિદ્ધપુર હાઇવે પર તાવડીયા અને કાકોશી ચાર રસ્તા નજીક બાઈક સ્લીપ મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. યુવકો મહેસાણા ખાતે સત્સંગ ખાતેથી પરત ફરતી વખતે બાઈક સ્લીપ ખાઈ જતા યુવકો રોડ પર પટકાયા હતા. જેમાં એક યુવકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.