Gujaratમાં સાવજોની આ કેવી પજવણી ? મિજબાનીની સિંહો માણી રહ્યા હતા મજા
અમરેલીના સાવરકુંડલા વિસ્તારમાં 5 સિંહોએ ભરબપોરે એક પશુનો સ્ટેટ હાઇવે પર શિકાર કર્યો હતો. પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે પરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેની સંદેશ ડિજિટલ ન્યૂઝ પૃષ્ઠી નથી કરી રહ્યું.પશુનો શિકાર કરતાં સતત વાહનોની અવર જવર વાળા સ્ટેટ હાઇવે પર વાહન ચાલકે ઊભા રહી સિંહોને દેકારા પડકાર કરી વાહનોનાં વારંવાર હોર્ન વગાડી સિંહોને મારણ પરથી ભગાડી મૂકયા હતા તેવો વીડિયો વાયરલ થયો છે. કોઈ પ્રવાસીએ બનાવ્યો છે વીડિયો સૌરાષ્ટ્રમાં સિંહો જંગલ વિસ્તાર તેમજ રોડ પર જોવા મળતા હતા,કયારેક ખોરાકની શોધમાં સિંહો જંગલ વિસ્તાર છોડીને હાઈવે વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતા હોય છે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં વીડિયોમાં દેખાય એ રીતની વાત કરવામાં આવે તો વાહનમાં બેઠેલા પ્રવાસી દ્રારા વીડિયો કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે,જેમાં બસ ચાલક દ્રારા હોર્ન કરીને પજવણી કરવામાં આવે છે અને સિંહ મારણ છોડીને ભાગી જતો હોય તેવું દેખાય છે. જંગલ વિસ્તાર છોડીને રોડ પર આવ્યા સિંહો એક તરફ સિંહો સંઘર્ષ કરી રહ્યા છે, જંગલનો અભાવ છે. ત્યારે, પોતાનાં ખોરાક માટે સંઘર્ષ કરતાં સિંહોને પોતાની મહેનતનાં ખોરાક પરથી ભગાડી, સિંહની પજવણી કરવામાં આવી રહી છે તેવા વીડિયો અનેક વાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયા છે.ભૂખ્યો સિંહ હોય અને શિકારનો કોળિયો મોઢા પાસેથી છીનવાઈ જાય ત્યારે, આ સિંહ વધુ હિંસક બની કોઈ મનુષ્ય પર હુમલો કરી બેસે છે. સિંહની પજવણી કોઈ કરે અને ભોગવે કોઈ તેવું કયારેય આ ગુજરાતમાં ચલાવી નહી લેવાય. રાત્રીના સમયે આવે છે ગામમાં સિંહો ઘણી વાર જંગલ વિસ્તારમાં સિંહોને ખોરાક ના મળતા તેઓ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી જતા હોય છે,રાત્રીના સમયે ગામમાં રહેલા ઢોરનો અને પશુનું સિંહો મારણ કરતા હોય છે અને મિજબાની માણતા હોય છે.સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ સિંહો રોડ પર અને ગ્રામ્ય વિસ્તારોમાં મારણ કરતા હોય છે આવી ઘટના સ્થાનિકો તેમના કેમેરામાં કેદ કરતા હોય છે,ત્યારે સિંહો મારણ કરે અને મિજબાની માણતા હોય તો તેને કયારેય રંજાડી શકાય નહી આ એક ગુનો બને છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલીના સાવરકુંડલા વિસ્તારમાં 5 સિંહોએ ભરબપોરે એક પશુનો સ્ટેટ હાઇવે પર શિકાર કર્યો હતો. પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે પરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેની સંદેશ ડિજિટલ ન્યૂઝ પૃષ્ઠી નથી કરી રહ્યું.પશુનો શિકાર કરતાં સતત વાહનોની અવર જવર વાળા સ્ટેટ હાઇવે પર વાહન ચાલકે ઊભા રહી સિંહોને દેકારા પડકાર કરી વાહનોનાં વારંવાર હોર્ન વગાડી સિંહોને મારણ પરથી ભગાડી મૂકયા હતા તેવો વીડિયો વાયરલ થયો છે.
કોઈ પ્રવાસીએ બનાવ્યો છે વીડિયો
સૌરાષ્ટ્રમાં સિંહો જંગલ વિસ્તાર તેમજ રોડ પર જોવા મળતા હતા,કયારેક ખોરાકની શોધમાં સિંહો જંગલ વિસ્તાર છોડીને હાઈવે વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતા હોય છે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં વીડિયોમાં દેખાય એ રીતની વાત કરવામાં આવે તો વાહનમાં બેઠેલા પ્રવાસી દ્રારા વીડિયો કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે,જેમાં બસ ચાલક દ્રારા હોર્ન કરીને પજવણી કરવામાં આવે છે અને સિંહ મારણ છોડીને ભાગી જતો હોય તેવું દેખાય છે.
જંગલ વિસ્તાર છોડીને રોડ પર આવ્યા સિંહો
એક તરફ સિંહો સંઘર્ષ કરી રહ્યા છે, જંગલનો અભાવ છે. ત્યારે, પોતાનાં ખોરાક માટે સંઘર્ષ કરતાં સિંહોને પોતાની મહેનતનાં ખોરાક પરથી ભગાડી, સિંહની પજવણી કરવામાં આવી રહી છે તેવા વીડિયો અનેક વાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયા છે.ભૂખ્યો સિંહ હોય અને શિકારનો કોળિયો મોઢા પાસેથી છીનવાઈ જાય ત્યારે, આ સિંહ વધુ હિંસક બની કોઈ મનુષ્ય પર હુમલો કરી બેસે છે. સિંહની પજવણી કોઈ કરે અને ભોગવે કોઈ તેવું કયારેય આ ગુજરાતમાં ચલાવી નહી લેવાય.
રાત્રીના સમયે આવે છે ગામમાં સિંહો
ઘણી વાર જંગલ વિસ્તારમાં સિંહોને ખોરાક ના મળતા તેઓ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી જતા હોય છે,રાત્રીના સમયે ગામમાં રહેલા ઢોરનો અને પશુનું સિંહો મારણ કરતા હોય છે અને મિજબાની માણતા હોય છે.સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ સિંહો રોડ પર અને ગ્રામ્ય વિસ્તારોમાં મારણ કરતા હોય છે આવી ઘટના સ્થાનિકો તેમના કેમેરામાં કેદ કરતા હોય છે,ત્યારે સિંહો મારણ કરે અને મિજબાની માણતા હોય તો તેને કયારેય રંજાડી શકાય નહી આ એક ગુનો બને છે.