Patan: બાળ તસ્કરી કેસમાં આરોપી સુરેશ ઠાકોરના 5 દિવસના રિમાન્ડ મંજૂર
પાટણમાં બાળ તસ્કરી કેસમાં પોલીસે આરોપી સુરેશ ઠાકોરને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી સુરેશ ઠાકોરના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. SOG પોલીસ 5 દિવસ રિમાન્ડ દરમ્યાન પૂછપરછ કરશે અને બાળક ક્યાંથી આવ્યું અને હાલ ક્યાં છે તે અંગે તપાસ કરશે.પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં તબીબ બનીને પ્રેક્ટિસ કરતા ઉઘાડ પગા સુરેશ પાંચાજી ઠાકોર વિરુદ્ધ નકલી તબીબી પ્રેક્ટિસ કરવાના મામલે કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પાટણ જિલ્લા એસઓજી પોલીસે શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ બાળકોની તસ્કરી અને છેતરપિંડીની ફરિયાદના સંદર્ભે આરોપી સુરેશ પાંચાજી ઠાકોરની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જે બાદ કોર્ટે બાળ તસ્કરી કેસમાં આરોપી સુરેશ ઠાકોરના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.બાળક ક્યાં છે તેનું રહસ્ય હજુ ઘેરાયેલું : પોલીસની દોડધામ જે બાળકને દત્તક આપવાના બહાને તસ્કરીનો ખેલ રચાયો હતો તે બાળકને સુરેશ પાંચાજી ઠાકોરે પરત લીધા બાદ તે બાળકનું શું કર્યું ? કોઈ અન્યને આપી દીધું કે બાળક જીવિત પણ છે કે નહીં તે વિશે રહસ્ય હજુ ઘેરાયેલું છે જોકે પોલીસ બાળકની સ્થિતિ જાણવા આરોપીની સઘન પૂછપરછ કરીને પુરાવા એકત્રિત કરવા માટે ભારે મથામણ કરી રહી છે. 1 મહિલા અને 2 પુરુષની સઘન પૂછપરછનવજાત બાળકોની તસ્કરી કરવા મામલે નોંધાયેલી ફરિયાદ અન્વયે તપાસ કરવામાં પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો રવિન્દ્ર પટેલની આગેવાનીમાં પોલીસ એડીચોટી નું જોર લગાવી રહી છે. આરોપી સુરેશ ઠાકોર સાથે બાળકોની લે વેચ કરવામાં અને ગ્રાહકો સાથે લેવડ-દેવડ કરવામાં કોણ કોણ સામેલ હતા તેની પણ તપાસ લંબાવવામાં આવી રહી છે જે સંદર્ભે બુધવારે એક મહિલા અને બે પુરુષોને એસ ઓ જી પોલીસ મથકે લાવી તેઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તપાસના ચક્રો ગતિમાન થતા તમામ ઉઘાડ પગા તબીબો ભૂગર્ભમાં ઉતરી ગયા છેલ્લા બે દિવસથી પાટણ જિલ્લા એસઓજી પોલીસ નકલી તબીબો મામલે તપાસ કરી રહી છે જેને લઈને પાટણ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં લોકોની ગરજનો ગેરલાભ ઉઠાવી હજારો લાખો રૂપિયાનો તબીબી ધંધો ચલાવતા ઉઘાડ પગા તબીબો પોલીસની બીકે ભૂગર્ભમાં ઊતરી ગયા છે જેને કારણે હવે દર્દીઓ ખરેખર સાચા ડિગ્રી વાળા અને સાચી સારવાર કરતા તબીબોના દવાખાને પહોંચતા થઈ ગયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણમાં બાળ તસ્કરી કેસમાં પોલીસે આરોપી સુરેશ ઠાકોરને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી સુરેશ ઠાકોરના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. SOG પોલીસ 5 દિવસ રિમાન્ડ દરમ્યાન પૂછપરછ કરશે અને બાળક ક્યાંથી આવ્યું અને હાલ ક્યાં છે તે અંગે તપાસ કરશે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં તબીબ બનીને પ્રેક્ટિસ કરતા ઉઘાડ પગા સુરેશ પાંચાજી ઠાકોર વિરુદ્ધ નકલી તબીબી પ્રેક્ટિસ કરવાના મામલે કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પાટણ જિલ્લા એસઓજી પોલીસે શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ બાળકોની તસ્કરી અને છેતરપિંડીની ફરિયાદના સંદર્ભે આરોપી સુરેશ પાંચાજી ઠાકોરની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જે બાદ કોર્ટે બાળ તસ્કરી કેસમાં આરોપી સુરેશ ઠાકોરના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બાળક ક્યાં છે તેનું રહસ્ય હજુ ઘેરાયેલું : પોલીસની દોડધામ
જે બાળકને દત્તક આપવાના બહાને તસ્કરીનો ખેલ રચાયો હતો તે બાળકને સુરેશ પાંચાજી ઠાકોરે પરત લીધા બાદ તે બાળકનું શું કર્યું ? કોઈ અન્યને આપી દીધું કે બાળક જીવિત પણ છે કે નહીં તે વિશે રહસ્ય હજુ ઘેરાયેલું છે જોકે પોલીસ બાળકની સ્થિતિ જાણવા આરોપીની સઘન પૂછપરછ કરીને પુરાવા એકત્રિત કરવા માટે ભારે મથામણ કરી રહી છે.
1 મહિલા અને 2 પુરુષની સઘન પૂછપરછ
નવજાત બાળકોની તસ્કરી કરવા મામલે નોંધાયેલી ફરિયાદ અન્વયે તપાસ કરવામાં પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો રવિન્દ્ર પટેલની આગેવાનીમાં પોલીસ એડીચોટી નું જોર લગાવી રહી છે. આરોપી સુરેશ ઠાકોર સાથે બાળકોની લે વેચ કરવામાં અને ગ્રાહકો સાથે લેવડ-દેવડ કરવામાં કોણ કોણ સામેલ હતા તેની પણ તપાસ લંબાવવામાં આવી રહી છે જે સંદર્ભે બુધવારે એક મહિલા અને બે પુરુષોને એસ ઓ જી પોલીસ મથકે લાવી તેઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ તપાસના ચક્રો ગતિમાન થતા તમામ ઉઘાડ પગા તબીબો ભૂગર્ભમાં ઉતરી ગયા
છેલ્લા બે દિવસથી પાટણ જિલ્લા એસઓજી પોલીસ નકલી તબીબો મામલે તપાસ કરી રહી છે જેને લઈને પાટણ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં લોકોની ગરજનો ગેરલાભ ઉઠાવી હજારો લાખો રૂપિયાનો તબીબી ધંધો ચલાવતા ઉઘાડ પગા તબીબો પોલીસની બીકે ભૂગર્ભમાં ઊતરી ગયા છે જેને કારણે હવે દર્દીઓ ખરેખર સાચા ડિગ્રી વાળા અને સાચી સારવાર કરતા તબીબોના દવાખાને પહોંચતા થઈ ગયા છે.