Patan: પંથકમાંથી LCB ટીમે વિદેશી દારૂ ઝડપ્યો

Oct 13, 2025 - 04:30
Patan: પંથકમાંથી LCB ટીમે વિદેશી દારૂ ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે જિલ્લાના કાકોશી અને સમી પંથકમાં અલગ અલગ જગ્યાએથી બાતમીના આધારે રેડ કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં સમી નજીકથી ક્રેટા ગાડી પકડી અંદરથી 1440 બોટલ કબજે કરી બે શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે એક ફરાર હોવાથી શોધખોળ હાથ ધરી છે. જ્યારે કાકોશી પોલીસ સ્ટેશનના હદમાં આવેલ મામવાડા ગામની સીમમાંથી પણ 4032 બોટલો વિદેશી દારૂ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. તો અન્ય 2 સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને જગ્યાએથી પોલીસે ક્રેટા ગાડી અને બે મોબાઈલ ફોન મળી કુલ 7.20 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો સમી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. તે સમયે રાધનપુર તરફ્થી સમી તરફ્ આવતી ક્રેટા ગાડીને ઝડપવા માટે પ્રયાસ કરતા ચાલકે ગાડી ભગાડી મુકતાં પોલીસે પીછો કરી નાના રામપુરા પાસેથી પકડી પાડી હતી. જેમાંથી 3,66,480નો વિદેશી દારૂ મળી આવતા રાજસ્થાનના રામજીવન સદારામ બિશ્નોઈ તથા શ્રાવણ બાબુલાલ બિશ્નોઈને ઝડપી લીધા હતા. જ્યારે દારૂ મંગાવનાર જુનાગઢના શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. પોલીસે 7 લાખની ક્રેટા ગાડી પણ કબજે કરી હતી. તો બીજી તરફ્ કાકોશી પોલીસ સ્ટેશનના હદમાં આવેલ મામવાડા ગામની સીમમાં આવેલ બોર પરથી પણ રૂ.12,24,040 લાખના વિદેશી દારૂ સાથે બારડ જગતસિંહ મોહબતસિંહ તથા બારડ રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહને ઝડપી લીધા હતા તો અન્ય ઠાકોર જેસળજી દાદુજી અને ઠાકોર તલાજી પરબતજી સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.

પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ બંને જગ્યાએથી કુલ રૂપિયા 15,90,520ના વિદેશી દારૂ સાથે કુલ 4 શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય 3 ફરાર હોવાથી શોધખોળ હાથ ધરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0