Dahegam: ખેતપાક સરવે : દહેગામના ખેડૂતોએ રડતી આંખે કુદરતે મારેલી થપ્પડના પુરાવા બતાવ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દહેગામ તાલુકામા અવિરત થઇ રહેલા કમોસમી વરસાદથી ખેતીપાકોમાં અસરગ્રસ્ત થયેલા ગામડાઓમા પ્રાથમીકતાના ધોરણે નુકસાનીનો સર્વે ઝડપ થી પુર્ણ કરવા માટે શનીવારથી જ 25 જેટલી ટીમો તાલુકામાં ઉતરી પડી છે અને આજે રવિવારે જાહેર રજાના દિવસે પણ ખેતીપાકોનો સર્વે કરવા ખેત રો ખુંદ્યા હતા. તાલુકામાં ગ્રામસવકો અને વીસીની ટીમો ઉતરી પડી છે અને ફોટોગ્રાફ સાથે પાક નુકસાનના સર્વે કરી રહી છે. જેમાં હાલ બે દિવસમાં મળેલી પ્રાથમિક અંદાજ મુજબ તાલુકામાં સૌથી વધુ ડાંગરનુ ધોવણ થયુ છે અને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 2000 હેક્ટર ડાંગરના પાકને તેમજ 1700 હેક્ટર મગફળીના પાકને ભારે નુકસાન થયુ હોવાના આંકડા છે.
રવિવારે રજાના દિવસો પણ દહેગામ તાલુકાના જુદા જુદા ગામડાઓમાં વહેલી સવારથી જ ગ્રામસેવકો તથા વીસી ઓપરેટરો સર્વે કરતા જોવા મળ્યા હતા અને ઝડપથી સર્વે કામગીરી પુરી કરવા પુરજોશમાં કામે લાગી ગયા છે. ખેતરે ખેતરે ફરીને ખેતીપાકોને થયેલા નુકસાનનો સર્વે કરી રહ્યા છે. રડતી આંખે તાલુકાનો જગતાત સર્વે ટીમોને પોતાનો પાક પાણીમાં ગરકાવ થયેલો બતાવી રહ્યો છે.
ખેડૂતોની સ્થિતી અંત્યંત દયનિય બની હોવાનુ ચિત્ર ઉપસી આવ્યુ છે. જોકે સર્વેની ટીમોના જણાવ્યા મુજબ તાલુકામાં ડાંગર તથા મગફળીના પાકને જે પ્રમાણે નુકસાન જોવા મળ્યુ છે. કપાસના પાકમાં આશરે 70 થી 100 હેક્ટરમા નુકસાનનો પ્રાથમિક અંદાજ છે જે ખરો આંકડો સર્વે પુર્ણ થયા બાદ તમામ પાકોનો ખરો આંકડો સામે આવશે.
ડેમાલીયા સેજા, પાટનાકુવા, નાંદોલ, હરખજીના મુવાડા, પાલુન્દ્રા, વાસણા સોગઠી, સાણોદા, દહેગામ પાલૈયા, કરોલી, કનીપુર, કડજોદરા, પીંપળજ, ખાનપુર, દેવકરણના મુવાડા, હરસોલી, વાસણો ચૌધરી, હાલિસા, સાંપા, બારિયા, બહિયલ, હિલોલ, જીંડવા, શિયાવાડા, રખિયાલ, ધારીસણા સેજામાં આવતા તમામ ગામડાઓમાં હાલ ગ્રામસેવકો તથા વીસીની 25 જેટલી જુદી જુદી ટીમો કામે લાગી ગઇ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

