Patan: જશલપુર ટ્રેક્ટરમાંથી બેટરીની ઉઠાંતરી કરનાર શખ્સ પકડાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચાણસ્મા તાલુકાના જશલપુર ગામે આશરે 20 દિવસ અગાઉ ગામમાં ઊભેલા ટ્રેક્ટરમાંથી કોઈ શખ્સ બેટરીની ચોરી કરી જતાં ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર માલિકે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તેવામાં ચાણસ્મા પીઆઈ આર. એચ. સોલંકી સહિતની ટીમે એક જશલપુર ગામના શકમંદને પોલીસ સ્ટેશનમાં લાવી પુછપરછ કરતાં તેણે બેટરી ચોરીની કબૂલાત કરી હતી. જેથી પોલીસે બેટરી કબજે કરી શખ્સ સામે કાર્યવાહી કરી હતી.
ચાણસ્મા પોલીસ દ્વારા બેટરી ચોરીની ફરીયાદ નોંધાયા બાદ તપાસ હાથ ધરી હતી. અને ચોરીમાં જશલપુર ગામના અજયભાઈ રમેશભાઈ વાઘરી નામના શખ્સની સંડોવણી હોવાની શંકા જતાં તેને ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં લાવી પુછપરછ દરમિયાન તેણે ટ્રેક્ટરમાંથી ચોરી કર્યાની પોલીસ સમક્ષ કબૂલાત કરતાં પોલીસે બેટરી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

