Patanમાં ધોધમાર વરસાદથી ચારેબાજુ પાણી-પાણી, મહિલાઓએ નગરપાલિકામાં કર્યો હલ્લાબોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે અને આશરે માત્ર બે કલાક જેટલા વરસેલા વરસાદથી પાટણ નગરપાલિકાની પ્રી-મોન્સૂનની કામગીરી ના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. આજે વહેલી સવારે પડેલા 45 મીમી વરસાદમાં પાટણના ગરનાળા, પદમનાથ, ટેલિફોન એક્સચેન્જ તેમજ બીએમ હાઈસ્કૂલ અને આનંદ સરોવર સહિતના વિસ્તારમાં કલાકો સુધી પાણી રોડ પર ભરાયેલા જોવા મળ્યા હતા, સમગ્ર પાટણ શહેરમાં અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીના કારણે પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા અંબાજી નગર વિસ્તારની મહિલાઓનું ટોળું પાટણ નગરપાલિકામાં હલ્લાબોલ કરવા પહોંચી ગયું હતું.
ગાંધીનગર સુધી લડત આપવાની મહિલાઓની ચીમકી
અંબાજી નગર વિસ્તારમા આવેલ માહી સોસાયટી, સોપાન હોમ્સ તેમજ અનેક સોસાયટી એવી છે કે જ્યાં છેલ્લા 6 વર્ષથી સામાન્ય વરસાદમાં સમગ્ર સોસાયટીના રસ્તાઓ પર પાણી ભરાવવાના કારણે રસ્તો બંધ થઈ જાય છે અને જ્યાં સુધી પાણી ના ઓસરે તેટલા દિવસો સુધી સોસાયટીના રહીશોને પોતાના ઘરમાં જ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજે પાટણ નગરપાલિકામાં મહિલાઓ દ્વારા આ અંગે ઉગ્ર રજુઆત ચીફ ઓફિસર અલ્પેશ પટેલને કરવામાં આવી છે અને આવનારા સમયમાં આ માગ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર સુધી લડત આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
પાટણ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ
તમને જણાવી દઈએ કે પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લાના સિદ્ધપુર, પાટણ, ચાણસ્મા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. લાંબા વિરામ બાદ વરસાદ આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને વરસાદ જોઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ઉકળાટથી રાહત મળી છે. વહેલી સવારથી જ વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે.
What's Your Reaction?






