Paresh Goswami : બંગાળની ખાડીનું સાઇકલોનિક સર્ક્યુલેશન બગાડશે ખેલ, નવરાત્રિમાં પડશે અતિ ભારે વરસાદ, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Sep 20, 2025 - 15:30
Paresh Goswami : બંગાળની ખાડીનું સાઇકલોનિક સર્ક્યુલેશન બગાડશે ખેલ, નવરાત્રિમાં પડશે અતિ ભારે વરસાદ, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

2025 નુ ચોમાસુ તેના અંતિમ ચરણમાં છે ત્યારે બંગાળની ખાડીમાં એક સાઇકલોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે જેના કારણે નવરાત્રી પર ભારે વરસાદ જેવા મળે તેવી સંભાવના છે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે.

સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયુ છે. આમ તો અમુક જિલ્લામાં વરસાદની વિદાય થઇ છે પણ બંગાળની ખાડી પર સર્જાવા જઇ રહેલી આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે.

ચોમાસુ સ્થિર થઇ ગયું છે

પરેશ ગોસ્વામીએ કહ્યું કે આમ તો ચોમાસું વિદાય લઇ રહ્યું છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસાએ વિદાય લીધી છે પણ હજું પણ ભેજવાળા પવન આવી રહ્યા છે જેથી ચોમાસુ સ્થિર થઇ ગયું છે અને અટકી ગયું છે. છેલ્લા 2 દિવસથી બંગાળની ખાડીની અસ્થિરતાથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડ્યો છે અને 22 સપ્ટેમ્બર સુધી આ છુટોછવાયો વરસાદ પડશે નવરાત્રિમાં છેલ્લા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ

જો કે તેમણે આગાહી કરતાં કહ્યું છે કે 22 તારીખથી નવરાત્રિમાં શરુઆતમાં છુટોછવાયો સામાન્ય વરસાદ પડશે પણ નવરાત્રિમાં છેલ્લા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. બંગાળની ખાડીનું આ સર્ક્યુલેશન આંધ્રપ્રદેશથી મહારાષ્ટ્ર થઇ ગુજરાત તરફ પસાર થશે. જો આ ટ્રેકમાં ફેરફાર નહી થાય તો 28થી 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ વરસાદમાં ગાજવીજ અને પવન પણ વધારે હશે

પરેશ ગોસ્વામીએ કહ્યું કે રાજ્યમાં ચોમાસાની વિદાય હવે લેટ થશે અને ચોમાસું સ્થિર થઇ જશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજું પણ ચોમાસુ સક્રિય છે. આ સિસ્ટમ 50 ટકા ગુજરાતના વિસ્તારોમાં અસર પડશે. આ વરસાદમાં ગાજવીજ અને પવન પણ વધારે હશે. લગભગ 35થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગુજરાતીઓ અને ખેડુતોને નુકશાન થઇ શકે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0