Panchmahal:જાંબુઘોડા પંથકમાં સોમવારે દિવસ દરમિયાન એક ઈંચ વરસાદ વરસ્યો

Jun 24, 2025 - 03:30
Panchmahal:જાંબુઘોડા પંથકમાં સોમવારે દિવસ દરમિયાન એક ઈંચ વરસાદ વરસ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જાંબુઘોડા પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જે ઉપરોક્ત આંકડા કરતા વધુ વરસાદ નું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જાણવા મળ્યા મુજબ પાછલા એક અઠવાડિયાથી જાંબુઘોડા પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તાલુકાના તમામ નદી નાળા કોતરો માં નવા નીર ની આવક થઈ છે જાંબુઘોડા તાલુકાના તમામ ચેક ડેમો તળાવમાં પણ નવા નીર ની આવક થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી પાછલા ઘણા સમયથી સૂર્યનારાયણ અગન જ્વાળાઓ વરસાવી રહ્યા હતા અને તેના પગલે રહીશો ખૂબ પ્રમાણમાં ગરમી વેઠી રહ્યા હતા એક અઠવાડીયાથી પડી રહેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે જેના પગલે ગરમીથી પણ રાહત થઈ હતી. ધરતી પુત્રો વરસાદ ખેડ કાઢે તો વાવણી કરવાની ચાલુ કરે તેમ છે હાલ વરસી રહેલા વરસાદને પગલે ખેતરોમાં કોઈપણ જાતનું કામગીરી થઈ શકે તેમ નથી.

જેથી હાલ ધરતીપુત્રો તેઓના અન્ય કામોમાં જોતરાયેલા નજરે પડે છે જ્યારે થશે ત્યારેજ ખેતરો ખેડાસે તેમ ધરતીપુત્રો એ જણાવ્યુ હતુ.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0