Panchmahal જિલ્લાના 2 ચેકડેમો ક્ષતિગ્રસ્ત, વહેલી તકે રીપેર કરવામાં આવે તેવી માગ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની જીવાદોરી સમાન કરાડ અને ગોમા નદી પર બનવવામાં આવેલા 2 ચેકડેમો ક્ષતિગ્રસ્ત બનતા ખેડૂતો હાલ પાણી વિના ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતો સરકાર પાસે આ બંને ચેકડેમને વહેલી તકે રીપેર કરવામાં આવે અથવા નવા બનાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.પાણીના ધસમસતા પ્રવાહને લઈને જમીનનું પણ ભારે ધોવાણ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બરોલા-મધવાસ ગામ પાસેથી પસાર થતી કરાડ નદી પર બનાવવામાં આવેલો મોટો ચેકડેમ છેલ્લા 2 ચોમાસાની ઋતુમાં નદીમાં આવેલા પાણીના ભારે પ્રવાહને લઈને તૂટી જવા પામ્યો હતો. જેને લઈને ચેકડેમમાં સંગ્રહાયેલું પાણી નદીમાં વહી જવા પામ્યું હતું અને પાણીના ધસમસતા પ્રવાહને લઈને જમીનનું પણ ભારે ધોવાણ થવા પામ્યું હતું. સિંચાઈ વિભાગ દ્વારા ચેકડેમના તૂટેલા ભાગનું કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું ચેકડેમ તૂટી જવાને આજે બે વર્ષથી વધુ સમય વીતવા છતાં પણ સિંચાઈ વિભાગ દ્વારા હજુ સુધી સ્થળની તપાસ પણ કરવામાં આવી નથી તો બીજી તરફ કાલોલ તાલુકાના રામનાથ ગામ પાસેથી પસાર થતી ગોમા નદી પર બનાવવામાં આવેલા મોટા ચેકડેમનો પણ એક ભાગ ચોમાસાની સિઝનમાં તૂટી જવા પામ્યો હતો. ત્યારે સંગ્રહાયેલું પાણી નદીમાં વહી જવા પામ્યું હતું, તેમજ આ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થાય અને જેને લઈને બાકી રહેલા પાણીને વહેતું અટકાવી શકાય. જોકે બાદમાં સિંચાઈ વિભાગ દ્વારા ચેકડેમના તૂટેલા ભાગનું કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે આ ચેકડેમોનું સમારકામ કરવામાં આવે તેવી માગ પરંતુ બંને ચેકડેમમાં પાણીનો સંગ્રહ હાલમાં ન હોવાને લઈને ખેડૂતોને સિંચાઈનું પાણી હાલ મળી રહ્યું નથી તો બીજી તરફ ભૂગર્ભ જળસ્તર પણ નીચે જવાને લઈને પશુપાલન કરતા ખેડૂતોને પણ હાલ પાણી વિના ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ ખેડૂતો માગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે આ ચેકડેમોનું સમારકામ કરવામાં આવે, જેથી કરીને આગામી શિયાળાની સિઝનમાં પાણીનો સંગ્રહ થઈ શકે અને ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે. ત્યારે હવે જોવું રહ્યું કે ચેકડેમમાં પાણી વહેલું આવે છે કે ચોમાસું વહેલું આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની જીવાદોરી સમાન કરાડ અને ગોમા નદી પર બનવવામાં આવેલા 2 ચેકડેમો ક્ષતિગ્રસ્ત બનતા ખેડૂતો હાલ પાણી વિના ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતો સરકાર પાસે આ બંને ચેકડેમને વહેલી તકે રીપેર કરવામાં આવે અથવા નવા બનાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
પાણીના ધસમસતા પ્રવાહને લઈને જમીનનું પણ ભારે ધોવાણ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બરોલા-મધવાસ ગામ પાસેથી પસાર થતી કરાડ નદી પર બનાવવામાં આવેલો મોટો ચેકડેમ છેલ્લા 2 ચોમાસાની ઋતુમાં નદીમાં આવેલા પાણીના ભારે પ્રવાહને લઈને તૂટી જવા પામ્યો હતો. જેને લઈને ચેકડેમમાં સંગ્રહાયેલું પાણી નદીમાં વહી જવા પામ્યું હતું અને પાણીના ધસમસતા પ્રવાહને લઈને જમીનનું પણ ભારે ધોવાણ થવા પામ્યું હતું.
સિંચાઈ વિભાગ દ્વારા ચેકડેમના તૂટેલા ભાગનું કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું
ચેકડેમ તૂટી જવાને આજે બે વર્ષથી વધુ સમય વીતવા છતાં પણ સિંચાઈ વિભાગ દ્વારા હજુ સુધી સ્થળની તપાસ પણ કરવામાં આવી નથી તો બીજી તરફ કાલોલ તાલુકાના રામનાથ ગામ પાસેથી પસાર થતી ગોમા નદી પર બનાવવામાં આવેલા મોટા ચેકડેમનો પણ એક ભાગ ચોમાસાની સિઝનમાં તૂટી જવા પામ્યો હતો. ત્યારે સંગ્રહાયેલું પાણી નદીમાં વહી જવા પામ્યું હતું, તેમજ આ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થાય અને જેને લઈને બાકી રહેલા પાણીને વહેતું અટકાવી શકાય. જોકે બાદમાં સિંચાઈ વિભાગ દ્વારા ચેકડેમના તૂટેલા ભાગનું કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે આ ચેકડેમોનું સમારકામ કરવામાં આવે તેવી માગ
પરંતુ બંને ચેકડેમમાં પાણીનો સંગ્રહ હાલમાં ન હોવાને લઈને ખેડૂતોને સિંચાઈનું પાણી હાલ મળી રહ્યું નથી તો બીજી તરફ ભૂગર્ભ જળસ્તર પણ નીચે જવાને લઈને પશુપાલન કરતા ખેડૂતોને પણ હાલ પાણી વિના ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ ખેડૂતો માગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે આ ચેકડેમોનું સમારકામ કરવામાં આવે, જેથી કરીને આગામી શિયાળાની સિઝનમાં પાણીનો સંગ્રહ થઈ શકે અને ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે. ત્યારે હવે જોવું રહ્યું કે ચેકડેમમાં પાણી વહેલું આવે છે કે ચોમાસું વહેલું આવે છે.