Panchmahal : ઘોઘંબાના ભાજપ નેતા મિતલ પટેલ પર કરાયું ફાયરિંગ, સમગ્ર પંથકમાં ભયનો માહોલ

Jul 17, 2025 - 00:30
Panchmahal : ઘોઘંબાના ભાજપ નેતા મિતલ પટેલ પર કરાયું ફાયરિંગ, સમગ્ર પંથકમાં ભયનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પંચમહાલમાં ફાયરિંગની ઘટના બની છે. ઘોઘંબાના ભાજપ નેતા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઘોઘંબા તાલુકાના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ અને રણજીતનગર ગામના ડેપ્યુટી સરપંચ મિતલ પટેલ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જોકે ફાયરિંગમાં મિતલ પટેલનો આબાદ બચાવ થયો છે. અજાણ્યા ઈસમે ફાયરિંગ કર્યું છે.

ફાયરિંગની ઘટનાને પગલે પંથકમાં ભયનો માહોલ

નિત્યક્રમ મુજબ મિતલ પટેલ ગામના ચોકમાં બેઠા હતા તેવા સમયે બાઈક સવાર ઈસમે ફાયરિંગ કર્યું હતું. જો કે તેમાં મિતલ પટેલનો બચાવ થયો છે. ફાયરિંગની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં પંચમહાલ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ફાયરિંગ કોણે કર્યું અને કયા કારણથી કરવામાં આવ્યું તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પંચમહાલમાં કેમિકલ ખાલી કરી અજાણ્યા લોકો ફરાર

પંચમહાલમાં ઘોઘંબાના નવાકુવા ગામ નજીક અજાણ્યા લોકો કોતરમાં કેમિકલ ખાલી કરી ફરાર થઈ ગયા હતા. કેમિકલ કોતરના વરસાદી પાણીમાં ભળતા ખેતીને મોટું નુકસાન થવાની દહેશત છે. જલદ દેખાતું અને અસહ્ય વાસ મારતું કેમિકલ શું છે અને આટલા દૂર ગ્રામ્ય વિસ્તારમાં કોણ ખાલી કરી ગયું એ રહસ્ય અકબંધ છે. જીપીસીબી ટીમ દ્વારા સ્થળ પર પહોંચી સેમ્પલ લઈ આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0