Panchmahal : ગાંધીજીના વિચારોને ચિત્રોમાં સાકાર કરતા સદભાવના મિશનના બાળકો

Oct 4, 2026 - 00:30
Panchmahal : ગાંધીજીના વિચારોને ચિત્રોમાં સાકાર કરતા સદભાવના મિશનના બાળકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન સહિત વિવિધ રચનાત્મક અને જાગૃતિમૂલક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અવસરે સદભાવના મિશન કલાસ બહારપુરા, ગોધરા ખાતે અભ્યાસ કરતા બાળકોએ પણ અનોખી અને સર્જનાત્મક રીતે મહાત્મા ગાંધીજીના વિચારોને ચિત્રો અને રંગપૂરણીના માધ્યમથી સાકાર કરી દેશવાસીઓને એક સુંદર સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.

સદભાવના મિશન કલાસ દ્વારા બાળકોમાં માત્ર શૈક્ષણિક જ્ઞાનનો વિકાસ જ નહીં, પરંતુ નૈતિક મૂલ્યો, સામાજિક જવાબદારી, રાષ્ટ્રીય ભાવના અને જીવનલક્ષી સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી સમયાંતરે વિવિધ શૈક્ષણિક અને રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ જ અભિગમના ભાગરૂપે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાનને કેન્દ્રમાં રાખીને બાળકો માટે વિશેષ ચિત્ર અને રંગપૂરણી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રવૃત્તિમાં બાળકોએ પોતાની કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિ દ્વારા સ્વચ્છતાનું મહત્વ દર્શાવતાં વિવિધ ચિત્રોમાં રંગો પૂરીને સુંદર સંદેશ રજૂ કર્યો હતો. બાળકોને ચિત્રો દ્વારા જવાબદારી સમજાવાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0