Panchmahal News: યાત્રાધામ પાવાગઢમાં રોપ વે સેવા પાંચ દિવસ બંધ રહેશે, ભક્તોએ પગપાળા માતાજીના દર્શને જવુ પડશે

Jul 25, 2025 - 16:30
Panchmahal News: યાત્રાધામ પાવાગઢમાં રોપ વે સેવા પાંચ દિવસ બંધ રહેશે, ભક્તોએ પગપાળા માતાજીના દર્શને જવુ પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓનો ભારે ધસારો જોવા મળે છે. ચોમાસાની સિઝનમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતાં પાવાગઢમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. આ દરમિયાન માતાજીના મંદિર સુધી જવા માટેની રોપ વે સેવા અંગે મહત્વના સમાચારો સામે આવ્યાં છે. આગામી 28 જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધી રોપ વે સેવા બંધ રહેશે. જ્યારે બીજી ઓગસ્ટથી ફરીવાર પૂર્વવત કરવામાં આવશે.

5 દિવસ સુધી રોપ વે સેવા બંધ રહેશે

યાત્રાધામ પાવાગઢમાં માતાજીના મંદિર સુધી જવા માટે શરૂ કરાયેલી રોપ વે સેવા પાંચ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેઈન્ટેનેન્સના કારણે રોપ વે સેવા 28 જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધી બંધ રાખવામાં આવશે. જ્યારે બીજી ઓગસ્ટથી રોપ વે સેવા ફરી પૂર્વવત કરવામાં આવશે. જે લોકો ડુંગર ચઢ્યા વિના માતાજીના દર્શને જાય છે તેમણે પગપાળા પાવગઢનો ડુંગર ચઢીને માતાજીના દર્શને જવું પડશે.

ભક્તોને પગપાળા પાવાગઢ ડુંગર ઉપર ચઢવું પડશે

ચોમાસાની સિઝન હોવાથી પાવાગઢ ડુંગરની આસપાસ લીલોત્રી છવાઈ ગઈ છે. ડુંગરો પર લીલી ચાદર પથરાઈ હોય તેવા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદ થવાથી ડુંગરો પર લીલીછમ વનરાજી અને નયનરમ્ય દૃશ્યો સર્જાયા છે. વરસાદમાં ડુંગર પરથી પડતા ઝરણાનો નજારો કંઈક જુદો જ હોય છે. ત્યારે વરસાદની સિઝનમાં પ્રવાસીઓ વધુ પ્રમાણમાં પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવી રહ્યાં છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0