Panchmahal News: GBS રોગના 3 શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ, બાળકો વડોદરા હોસ્પિટલમાં સારવાર હેઠળ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલ જિલ્લામાં એક દુર્લભ અને ગંભીર ગણાતા જીબીએસ (Guillain-Barre Syndrome - GBS) રોગના શંકાસ્પદ કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. જિલ્લામાંથી એકસાથે 3 જેટલા નાના બાળકોમાં જીબીએસ જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં સ્થાનિકો અને આરોગ્ય તંત્રમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
ગોધરા અને મોરવા હડફ તાલુકાના ગામોમાં સામે આવ્યા કેસ
મળી રહેલી વિગતો અનુસાર, ગોધરા તાલુકાના ગદૂકપુર ગામેથી 1 કેસ તેમજ મોરવા હડફ તાલુકાના મેત્રાણ અને મેરપ ગામેથી 2 કેસ મળી આવ્યા છે. અસરગ્રસ્ત બાળકોની ઉંમર 15 વર્ષ, 4 વર્ષ અને 2 વર્ષ છે, જેમાં બે બાળકો અને એક બાળકીનો સમાવેશ થાય છે.
વડોદરામાં સારવાર શરૂ, રિપોર્ટની રાહ
શંકાસ્પદ જીબીએસના લક્ષણો ધરાવતા આ ત્રણેય બાળકોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમને વધુ અને વધુ સચોટ સારવાર માટે વડોદરા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ વડોદરા ખાતે ત્રણેય બાળકોની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ તમામ શંકાસ્પદ કેસ છે અને તેમના જરૂરી સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ રોગની અધિકૃત પુષ્ટિ થશે.
જિલ્લાનું આરોગ્ય વિભાગ સતર્ક
એકસાથે 3 શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવતાં પંચમહાલ જિલ્લાનું આરોગ્ય તંત્ર તાત્કાલિક અસરથી સતર્ક બન્યું છે. સંબંધિત ગામોમાં આરોગ્ય ટીમો દ્વારા સર્વેલન્સ અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી અન્ય કોઈ બાળકમાં આવા લક્ષણો હોય તો તેને સમયસર તબીબી સારવાર પૂરી પાડી શકાય.
આ પણ વાંચો - 22 August Top News: 22 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

