Panchmahal Breaking news: શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી ત્રણ બાળકોના મોત નિપજ્યાં, આરોગ્ય વિભાગ એલર્ટ

Jul 4, 2025 - 21:30
Panchmahal Breaking news: શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી ત્રણ બાળકોના મોત નિપજ્યાં, આરોગ્ય વિભાગ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ફરીવાર શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો હાહાકાર મચ્યો છે. પંચમહાલ જિલ્લામાં આ વાયરસનો હાહાકાર જોવા મળ્યો છે. જિલ્લામાં એક સપ્તાહમાં આ વાયરસથી ત્રણ બાળકોના મોત નિપજ્યાં છે. પંચમહાલમાં શહેરા, ગોધરા અને હોલાલ તાલુકામાં વાયરસનો કહેર જોવા મળ્યો છે. આ બાળકોને સારવાર માટે વડોદરા લવાયા હતાં જ્યાં તેમના મોત નિપજ્યાં છે. અન્ય એક બાળકને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે.

ચાંદીપુરા વાયરસનો ફરીવાર હાહાકાર મચ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો ફરીવાર હાહાકાર મચ્યો છે. જિલ્લાના શહેરા, ગોધરા અને હાલોલ ચાર બાળકોને શંકાસ્પદ ચાંદીપૂરમ વાયરસના લક્ષણ જણાતા વડોદરા સારવાર અર્થે ખસેડાયા હતા. જે પૈકી ત્રણ બાળકના સરવાર દરમિયાન મોત નિપજ્યાં છે અને એક બાળક વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ પણ દોડતો થઈ ગયો છે. અધિકારીઓ ગામડામાં જઈને તપાસ શરૂ કરી છે.

ચાંદીપુરમ વાઈરસના લક્ષણો

દર ચોમાસામા માટીની અથવા લિપણ વાળી દિવાલ વાળા ઘરમાં રહેતા પરીવારના બાળકોમાં આ વાયરસ દેખાય છે. ચાંદીપુરા વાઇરસનો જે શિકાર બને છે તેને પહેલા તાવ આવે છે અને શરીરે ચામડી પર ચાઠાં ઉપસી આવે છે. માથું ચક્રાવે ચઢે છે અને આંખો લાલ થઇ જાય છે. શરીરે આશક્તિ આવી જાય છે. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ વાઇરસ ખાસ કરીને બાળકોને જલ્દી લાગે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0