Palitanaના ખીજડીયા ગામે તમામ જંકફૂડ-પડિકાના વેચાણ પર પ્રતિબંધ, નિયમ ભંગ બદલ રૂ.11,000નો દંડ!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલા ખીજડીયા ગામે બાળ સ્વાસ્થ્ય અને પોષણને પ્રોત્સાહન આપવા માટે એક પ્રશંસનીય અને મોડેલરૂપ નિર્ણય લીધો છે. ખીજડીયા ગામની તમામ નાની-મોટી દુકાનો તથા ગલ્લાઓ પરથી પ્લાસ્ટિક પેક્ડ જંકફૂડ, ચિપ્સ અને ચટાકેદાર પડિકાના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો ઐતિહાસિક ઠરાવ કરવામાં આવ્યો છે. બાળકોના સારા સ્વાસ્થ્ય અને કુપોષણ મુક્ત ભવિષ્ય માટે સમગ્ર ગ્રામજનોએ એકસૂરે આ નિર્ણયને આવકાર્યો છે.
નિયમ ભંગ કરનાર વેપારીને ભારે દંડ થશે
ગામના ચોક ખાતે યોજાયેલી ખાસ સભામાં નિર્ણય લેવાયો છે કે જો ગામનો કોઈ પણ વેપારી કે દુકાનદાર આ પ્રતિબંધિત જંકફૂડ કે પડિકાનું વેચાણ કરતો ઝડપાશે, તો તેની સામે રૂ.11,000 (અગિયાર હજાર રૂપિયા) નો આકરો દંડ ફટકારવામાં આવશે. આ કડક જોગવાઈના કારણે ગામના તમામ વેપારીઓએ પણ સદ્દભાવના દાખવીને જંકફૂડનું વેચાણ બંધ કરવા સમંતિ દર્શાવી છે.
CDPO અને આંગણવાડી કાર્યકરોના માર્ગદર્શન હેઠળ લેવાયો નિર્ણય
આ સરાહનીય નિર્ણય ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર (CDPO), સ્થાનિક સંકલન અધિકારીઓ, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને આંગણવાડી કાર્યકરોની વિશેષ ઉપસ્થિતિ તથા માર્ગદર્શન હેઠળ લેવામાં આવ્યો હતો. આંગણવાડી કાર્યકરો દ્વારા ગ્રામજનોને જંકફૂડથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર પડતી વિપરીત અસરો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ આ લોકહિતનો ઠરાવ પસાર કરાયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

