Palitana: આવતીકાલે બાગેશ્વર ધામના શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી સિધ્ધાચલ સ્પર્શના ઉત્સવમાં ઉપસ્થિત રહેશે
ધીરેન્દ્ર શાસ્ત્રી ચાર્ટડપ્લેન મારફતે આવતીકાલે ભાવનગર આવશેએરપોર્ટથી ગાડીમાં પાલીતાણા સિધ્ધાંચલ સ્પર્શના ઉત્સવમાં પહોંચશે ચાતુર્માસ પ્રવચન ડોમમાં સાધુ-સાધ્વીજી અને આરાધકો વચ્ચે ગોષ્ટિ કરશે પવિત્ર તિર્થનગરી પાલીતાણા નગરમાં જૈન આચાર્યશ્રી નપદ્મસાગર મ.સા. તથા સાધ્વી શ્રી મયણાશ્રીજી મ.સા.ની નિશ્રામાં અંકિબાઈ જૈન ધર્મશાળા ખાતે ચાલી રહેલ ચાતુર્માસ શ્રી અંકીબાઈ ધમંડી રામ ગોવાણી પરિવાર કરાવી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ચાર્ટડપ્લેન મારફતે આવતીકાલે સવારે 10 કલાકે ભાવનગર આવશે ત્યારે બાગેશ્વર ધામના શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી પાલીતાણા સાંચોરી ભુવન પાસે આવેલા વિશાળ મેદાનમાં તારીખ 26 ઓગસ્ટે ગોકુળ અષ્ટમીના રોજ સિધ્ધાચલ સ્પર્શના ઉત્સવમાં હાજરી આપશે. આવતીકાલે સવારે શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી ચાર્ટડપ્લેન મારફતે સવારે 10 કલાકે ભાવનગર આવી પહોંચશે અને ત્યાંથી વાહન મારફતે પાલીતાણા સિધ્ધાંચલ સ્પર્શના ઉત્સવમાં હાજરી આપશે. ત્યાંથી અંકિબાઈ ધર્મશાળા ખાતે ભોજન લેશે અને અંકિબાઈમાં ચાલી રહેલા ચાતુર્માસ પ્રવચન ડોમમાં સાધુ-સાધ્વીજી મ. સા., આરાધકો વચ્ચે ધર્મગોષ્ટિ કરશે. 15000થી વધુ આરાધકો ચાતુર્માસમાં આરાધના કરી રહ્યા છે તમને જણાવી દઈએ કે પવિત્ર તિર્થનગરી પાલીતાણા શાશ્વત શત્રુંજય ગિરિરાજની છત્રછાયામાં એક ગચ્છાધિપતિ અને 13થી વધુ આચાર્ય ભગવંતો અને 1500થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં 15000થી વધુ આરાધકો ચતુર્માસ આરાધના સિદ્ધાચલ ગિરિરાજની તળેટી પાલીતાણા ખાતે કરી રહ્યા છે. અષાઢ સુદ ચૌદસથી શેત્રુંજય ગીરીરાજની યાત્રા બંધ કરવામાં આવી પાલીતાણા શહેરની તળેટીમાં આવેલી 70થી વધુ ધર્મશાળાઓમાં આરાધના કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમય પછી આટલી મોટી સંખ્યામાં સાધુ સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિમાં ચાતુર્માસનું આયોજન થયુ છે. જ્યારે અષાઢ સુદ ચૌદસથી શેત્રુંજય ગીરીરાજની યાત્રા બંધ કરવામાં આવી છે. જે અષાઢ સુદ ચૌદસથી કારતક સુદ પૂનમ સુધી યાત્રા બંધ રહે છે. આ ચાર માસ દરમિયાન માંગલિક કાર્ય જેવા કે પ્રતિષ્ઠા મહોત્સવ, દીક્ષા મહોત્સવ, ખનન વિધિ, નવા જિનાલય માટેનું ખાતમુહર્ત જેવા કામકાજ કરવામાં આવતા નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ધીરેન્દ્ર શાસ્ત્રી ચાર્ટડપ્લેન મારફતે આવતીકાલે ભાવનગર આવશે
- એરપોર્ટથી ગાડીમાં પાલીતાણા સિધ્ધાંચલ સ્પર્શના ઉત્સવમાં પહોંચશે
- ચાતુર્માસ પ્રવચન ડોમમાં સાધુ-સાધ્વીજી અને આરાધકો વચ્ચે ગોષ્ટિ કરશે
પવિત્ર તિર્થનગરી પાલીતાણા નગરમાં જૈન આચાર્યશ્રી નપદ્મસાગર મ.સા. તથા સાધ્વી શ્રી મયણાશ્રીજી મ.સા.ની નિશ્રામાં અંકિબાઈ જૈન ધર્મશાળા ખાતે ચાલી રહેલ ચાતુર્માસ શ્રી અંકીબાઈ ધમંડી રામ ગોવાણી પરિવાર કરાવી રહ્યા છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી ચાર્ટડપ્લેન મારફતે આવતીકાલે સવારે 10 કલાકે ભાવનગર આવશે
ત્યારે બાગેશ્વર ધામના શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી પાલીતાણા સાંચોરી ભુવન પાસે આવેલા વિશાળ મેદાનમાં તારીખ 26 ઓગસ્ટે ગોકુળ અષ્ટમીના રોજ સિધ્ધાચલ સ્પર્શના ઉત્સવમાં હાજરી આપશે. આવતીકાલે સવારે શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી ચાર્ટડપ્લેન મારફતે સવારે 10 કલાકે ભાવનગર આવી પહોંચશે અને ત્યાંથી વાહન મારફતે પાલીતાણા સિધ્ધાંચલ સ્પર્શના ઉત્સવમાં હાજરી આપશે. ત્યાંથી અંકિબાઈ ધર્મશાળા ખાતે ભોજન લેશે અને અંકિબાઈમાં ચાલી રહેલા ચાતુર્માસ પ્રવચન ડોમમાં સાધુ-સાધ્વીજી મ. સા., આરાધકો વચ્ચે ધર્મગોષ્ટિ કરશે.
15000થી વધુ આરાધકો ચાતુર્માસમાં આરાધના કરી રહ્યા છે
તમને જણાવી દઈએ કે પવિત્ર તિર્થનગરી પાલીતાણા શાશ્વત શત્રુંજય ગિરિરાજની છત્રછાયામાં એક ગચ્છાધિપતિ અને 13થી વધુ આચાર્ય ભગવંતો અને 1500થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં 15000થી વધુ આરાધકો ચતુર્માસ આરાધના સિદ્ધાચલ ગિરિરાજની તળેટી પાલીતાણા ખાતે કરી રહ્યા છે.
અષાઢ સુદ ચૌદસથી શેત્રુંજય ગીરીરાજની યાત્રા બંધ કરવામાં આવી
પાલીતાણા શહેરની તળેટીમાં આવેલી 70થી વધુ ધર્મશાળાઓમાં આરાધના કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમય પછી આટલી મોટી સંખ્યામાં સાધુ સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિમાં ચાતુર્માસનું આયોજન થયુ છે. જ્યારે અષાઢ સુદ ચૌદસથી શેત્રુંજય ગીરીરાજની યાત્રા બંધ કરવામાં આવી છે. જે અષાઢ સુદ ચૌદસથી કારતક સુદ પૂનમ સુધી યાત્રા બંધ રહે છે. આ ચાર માસ દરમિયાન માંગલિક કાર્ય જેવા કે પ્રતિષ્ઠા મહોત્સવ, દીક્ષા મહોત્સવ, ખનન વિધિ, નવા જિનાલય માટેનું ખાતમુહર્ત જેવા કામકાજ કરવામાં આવતા નથી.