Palika Election 2025 : રાપર નગરપાલિકાની મતગણતરી પૂર્ણ, જનતાનો જનાદેશ પર નજર

Feb 18, 2025 - 09:00
Palika Election 2025 : રાપર નગરપાલિકાની મતગણતરી પૂર્ણ, જનતાનો જનાદેશ પર નજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના રાપરમાં નગરપાલિકાની મતગણતરીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રાપર પાલિકાના 7 વોર્ડની 27 બેઠક માટે મતગણતરી હાથ ધરાઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામ પર સૌ કોઈની નજર છે. દરમિયાન રાપરના વોર્ડ નંબર 4 ના ભાજપના એક ઉમેદવાર બિન હરીફ વિજેતા થયા છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરખરીનો જંગ

રાપર નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરખરીનો જંગ જોવા મળશે. મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો. કચ્છમાં રાપર સહિત ભચાઉ નગરપાલિકાની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભચાઉ પાલિકા પર ચૂંટણી પહેલા ભાજપના 22 ઉમેદવાર બિન હરીફ વિજેતા ભાજપનો કબજો મેળવ્યો. જ્યારે કોંગ્રેસમાંથી ભરાયેલા 11 ફોર્મ પરત ખેચાયા હતા. ભચાઉ પાલિકાની 6 બેઠક માટે આજે ગણતરી હાથ ધરવામાં આવશે.નગરપાલિકાની ચૂંટણીમાં ભચાઉમાં 61 ફોર્મની ચકાસણી બાદ કુલ 46 ઉમેદવાર મેદાનમાં છે.

કોંગ્રેસનો આક્ષેપ

કચ્છમાં મુન્દ્રા તાલુકા પંચાયતની મોટી ભુજપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ભાજપ દ્વારા ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો.તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો.ભુજપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રતન ભાઈ શાખરાને ફોર્મ પરત ખેંચવા માટે ભાજપના સ્થાનિક નેતા દ્વારા લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી. સ્થાનિક નેતાએ રતનભાઈને ચૂંટણીમાંથી હટી જવા માટે 3.51 લાખની ઓફર કરી. ભાજપના સ્થાનિક નેતા કોંગ્રેસ ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ કરતા હોવાનું કેમેરામાં કેદ થયું.સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 66 નગરપાલિકામાંથી 3 નગરપાલિકામાં આજે ભાજપ અને કોણ મારશે મેદાન તે હવે થોડા જ સમયમાં જ સામે આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0