Palika Election 2025: તલોદ નગરપાલિકા વિસ્તારમાં જીત માટે ભાજપની ટીમ કામે લાગી

ગુજરાતભરમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે ત્યારે મતદાન પૂર્વે તમામ રાજકીય પક્ષો પોતપોતાના મતદારોને આકર્ષવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સાબરકાંઠાની તલોદ નગરપાલિકા વિસ્તારમાં ભાજપના જિલ્લા પ્રમુખ સહિત સમગ્ર ટીમ કામે લાગી છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો તેમજ આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓ સહિત ચાર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં વિજય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે, જોકે પક્ષ વિરુદ્ધ કામગીરી કરનારાઓ સામે સમજણ પડતી ન સમજાય તો જરૂર પડે ચોક્કસ કામગીરી પણ કરાશે. સાબરકાંઠાની ખેડબ્રહ્મા પ્રાંતિજ તેમજ તલોદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, જે અંતર્ગત ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ચાર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં જીત મેળવવાનું આશાવાદ વ્યક્ત કર્યો છેવાડાના મતદારને પોતાના તરફ મતદાન કરવા માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, જે અંતર્ગત ભાજપા જિલ્લા સંગઠન દ્વારા આજે તલોદ નગરપાલિકા વિસ્તારમાં સંમેલન યોજાયું હતું, જ્યાં તેમની દિલ્હીમાં મળેલી જીત અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાંની ત્રણ નગરપાલિકાઓ સહિત ચાર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં જીત મેળવવાનું આશાવાદ વ્યક્ત કર્યો છે. સાથોસાથ આગામી સમયમાં જો કોઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરાશે તો તેની સામે પણ ચોક્કસ કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે. તમામ આગેવાનો સહિત લોકોને મનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ સામાન્ય રીતે પક્ષ વિરોધી કાર્ય કરનારા લોકોએ મેન્ડેટ થકી અપક્ષ ઉમેદવારી કરી ચૂંટણી લડવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે, ત્યારે હાલમાં તમામ આગેવાનો સહિત લોકોને મનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જોકે આગામી સમયમાં જો લોકો ન સમજે તો ચોક્કસ કામગીરી કરવાની ચીમકી ઉચ્ચારી છે, જોકે આગામી સમયમાં અપક્ષ ઉમેદવારી થકી કોની રાજકીય કારકિર્દી સામે પણ સવાલ ઉભો થશે તે તો સમય બતાવશે. 

Palika Election 2025: તલોદ નગરપાલિકા વિસ્તારમાં જીત માટે ભાજપની ટીમ કામે લાગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતભરમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે ત્યારે મતદાન પૂર્વે તમામ રાજકીય પક્ષો પોતપોતાના મતદારોને આકર્ષવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સાબરકાંઠાની તલોદ નગરપાલિકા વિસ્તારમાં ભાજપના જિલ્લા પ્રમુખ સહિત સમગ્ર ટીમ કામે લાગી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો

તેમજ આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓ સહિત ચાર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં વિજય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે, જોકે પક્ષ વિરુદ્ધ કામગીરી કરનારાઓ સામે સમજણ પડતી ન સમજાય તો જરૂર પડે ચોક્કસ કામગીરી પણ કરાશે. સાબરકાંઠાની ખેડબ્રહ્મા પ્રાંતિજ તેમજ તલોદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, જે અંતર્ગત ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

ચાર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં જીત મેળવવાનું આશાવાદ વ્યક્ત કર્યો

છેવાડાના મતદારને પોતાના તરફ મતદાન કરવા માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, જે અંતર્ગત ભાજપા જિલ્લા સંગઠન દ્વારા આજે તલોદ નગરપાલિકા વિસ્તારમાં સંમેલન યોજાયું હતું, જ્યાં તેમની દિલ્હીમાં મળેલી જીત અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાંની ત્રણ નગરપાલિકાઓ સહિત ચાર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં જીત મેળવવાનું આશાવાદ વ્યક્ત કર્યો છે. સાથોસાથ આગામી સમયમાં જો કોઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરાશે તો તેની સામે પણ ચોક્કસ કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.

તમામ આગેવાનો સહિત લોકોને મનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ

સામાન્ય રીતે પક્ષ વિરોધી કાર્ય કરનારા લોકોએ મેન્ડેટ થકી અપક્ષ ઉમેદવારી કરી ચૂંટણી લડવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે, ત્યારે હાલમાં તમામ આગેવાનો સહિત લોકોને મનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જોકે આગામી સમયમાં જો લોકો ન સમજે તો ચોક્કસ કામગીરી કરવાની ચીમકી ઉચ્ચારી છે, જોકે આગામી સમયમાં અપક્ષ ઉમેદવારી થકી કોની રાજકીય કારકિર્દી સામે પણ સવાલ ઉભો થશે તે તો સમય બતાવશે.