Palanpur: શહેરમાં રામજી મંદિરના જીર્ણોદ્ધારનો આજથી પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાલનપુરમાં આવેલ પ્રાચીન રામજી મંદિરના જીર્ણોદ્વાર માટે પાલનપુરના હિન્દુ સંગઠનો અને ભાવિકોએ બે વર્ષ અગાઉ નક્કી કર્યું હતું અને ત્યારથી રામજી મંદિરના મહંત રાઘવદાસજી મહારાજે મંદિરના જીર્ણોદ્વાર માટે ભાવિકો સાથે ચર્ચા કરી હતી અને ગત વર્ષે તેમણે જ્યાં સુધી જીર્ણોદ્ધારની કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ કર્યો હતો ત્યારે શહેરના આગેવાન અને અગ્રણી વેપારી તથા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ સહિતના આગેવાનોએ તેમાં રસ દાખ્યો અને મંદિરનો જીર્ણોદ્વાર કાર્ય શરૂ કરવા આયોજન કર્યું હતું. જેમાં આજે ભુમિ પુજન કરવામાં આવ્યું હતું જેમાં 70 લાખથી વધુની આવક થઈ હતી.
પાલનપુર શહેર આમ તો પ્રાચીન નગરી હતી અને અહિં પ્રહલાદન રાજાનું રાજ્ય હતું અને ત્યારબાદ અહિં નવાબી શાસન હતું અને તે સમયથી જ શહેરમાં આવેલું રામજી મંદિર ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે અને અહિં વર્ષ દરમ્યાન ધાર્મિક તહેવારની ઉજવણી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં રથયાત્રા પણ રામજી મંદિરથી પ્રસ્થાન કરાવવામાં આવે છે. આમ, પાલનપુર શહેરમાં સૌથી મોટું મંદિર એટલે રામજી મંદિર માનવામાં આવે છે અને પ્રાચીનકાળના આ મંદિરમાં બાંધકામને વર્ષો વિતી ગયા હોય તેનો જીર્ણોદ્વાર કરાવો જરૂરી હોવાથી શહેરના અગ્રણી વેપારી અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવરામભાઈ પટેલ તથા શહેરના નામાંકિત વેપારી અને વિશ્વ હિન્દુ પરીષદના પ્રમુખ દિલસુખભાઈ અગ્રવાલ તથા અગ્રણી બિલ્ડર મહેશભાઈ પટેલ(અક્ષતમ) તથા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને જાણીતા બિલ્ડર મનુભાઈ હાજીપુરા તેમજ માર્કેટયાર્ડના અગ્રણી વિજયભાઈ પટેલ સહિતના આગેવાનો અહિં ઉપસ્થિત રહ્યા હતા. અને જીર્ણોદ્ધાર કાર્યક્રમ દરમ્યાન ભુમિ પુજન કરી અને કામની શરૂઆત કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ દરમ્યાન રૂ.70 લાખથી વધુની આવક થઈ હતી. જોકે મંદિરના જીર્ણોદ્ધાર માટે રૂ.10 કરોડથી વધુની જરૂરીયાત હોય હજુ પણ આમાં દાતાઓ અને ભાવિકો દ્વારા તેમાં સહયોગ આપવામાં આવેલ તો ઝડપથી આ કામગીરી પૂર્ણ થઈ શકે તેમ છે આ બાબતે રામજી મંદિરના મહંત રાઘવદાસજી મહારાજે જણાવ્યું હતું કે રામજી મંદિરના જીર્ણોદ્વાર માટે ભાવિકોએ રસ દાખવી અને મંદિરને નવનિર્માણ માટે જહેમત ઉઠાવી છે તે ઝડપથી પૂર્ણ થશે તેવી મને આશા છે અને તેમાં સૌ કોઈ ભાવિભક્તો પોતાનો સહયોગ આપે તેવી અપીલ કરી હતી. મંદિરના જીર્ણોદ્ધાર માટે એક અલગથી ટીમ બનાવવામાં આવી છે જેમાં શિવરામભાઈ પટેલ તથા મહેશભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, અતુલભાઈ ચોક્સી સહિત 11 થી વધુ લોકો હાલમાં જોડાયા છે અને મંદિરનું કાર્ય પુરું ન ત્યાં સુધી આ કમિટીના સભ્યો એમાં રસ દાખવી અને વહેલામાં વહેલી તકે મંદિરનું બાંધકામ પૂર્ણ થાય તે માટે જવાબદારી સ્વીકારશે તેમ જણાવેલ છે. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ પોતાનો સહયોગ આપવા માટે સંમતિ દર્શાવી હતી.
What's Your Reaction?






