Palanpur: પ્રાકૃતિક ખેતીને અપનાવી બનાસકાંઠાના ખેડૂત બેચરભાઈ બન્યા આત્મનિર્ભર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરીયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. જેના પરીણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે. રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે વિવિધ સહાય સહિત અનેક પ્રયાસો હાથ ધરાયા છે.
બનાસકાંઠા જિલ્લના પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામના ખેડૂત બેચરભાઈ પટેલ છેલ્લા ચાર વર્ષથી દેશી ગાય આધારીત પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેમણે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ સરકાર તરફથી સહાય પણ મેળવી છે. ચાલુ વર્ષે તેમણે પોતાના ખેતરમાં મગફળી, એરંડા, બાજરી તેમજ ઘઉંની ખેતી કરીને સારું એવું ઉત્પાદન પણ મેળવ્યું છે. તેમણે વાવેતર પાછળ કુલ રૂ.33,000 નો ખર્ચ થયો હતો. આ ખર્ચની સામે તેમણે રૂ.1,13,000 નો નફો મેળવ્યો છે. તેઓ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, દશપર્ની અર્ક, નિમાસ્ત્ર અને ખાટી છાસના ઉપયોગ થકી ખેતી કરે છે. આ પદ્ધતિને આધારે તેઓ જમીનનું આરોગ્ય જાળવીને ગુણવત્તાવાળી ઉપજ પણ મેળવે છે. આ સાથે જિલ્લના અન્ય ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરે છે. તેઓ જણાવે છે કે ભવિષ્ય બચાવવું હોય અને આવતી પેઢીને સુરક્ષિત રાખવી હોય તો દરેક ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ.
What's Your Reaction?






