Palanpur-Ahmedabad હાઈવે પર આંગડિયા કર્મી સાથે દોઢ કિલોથી વધુના સોનાની થઈ લૂંટ
અમદાવાદ પાલનપુર હાઇવે પર સોનાની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે.અંદાજે દોઢ કિલોથી વધુના સોનાની લૂંટ થઈ છે.જેને લઈ પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે.આંગડિયા કર્મી સોનું લઈને જોધપુર જઈ રહ્યો હતો તે દરમિયાન બસ હોટલ પાસે ઉભી હતી અને સોનાની લૂંટ થઈ હતી.પોલીસે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ હાથધરી છે. શ્રીરામ હોટલ પાસે રાજસ્થાનની બસમાંથી લૂંટ બનાસકાંઠાના છાપીના ભરકાવાળાના પાટીયા પાસેનો રાજસ્થાન જતી બસમાં લૂંટનો બનાવ બન્યો હતો,લૂંટ કરનાર આરોપીઓ પહેલા બસમાં જાય છે અને ત્યારબાદ બસમાંથી સોના ભરેલો થેલો લઈને ફરાર થાય છે,જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં પણ દેખાઈ રહ્યું છે કે,આરોપીઓ બસમાંથી નીચે ઉતરે છે અને ખભાના ભાગે થેલો લઈને પાલનપુર તરફ જાય છે.પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરીને નાકાબંધી પણ કરી છે,એ વાત પણ નક્કી છે કે,જે આરોપીઓ લૂંટ કરવા આવ્યા હતા તે લોકોને ખબર હશે પહેલેથી કે આ બસમાં સોનુ લઈને કર્મચારી જઈ રહ્યો છે. આજે પણ જૂનાગઢમાં બની લૂંટની ઘટના જૂનાગઢમાં અમદાવાદના પેઢીના કર્મચારીઓ સાથે રૂપિયા 1 કરોડથી વધુની લૂંટ થઈ હોવાની વાત સામે આવી છે,3 અજાણ્યા શખ્સો દ્રારા રોકડ, સોનું સહિત અંદાજે 1 કરોડથી વધુની લૂંટ કરવામા આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે,અમદાવાદની કલા ગોલ્ડ નામની પેઢીના બે કર્મચારીઓ લૂંટાયા હોવાની વાત સામે આવી છે.અમદાવાદથી જૂનાગઢ સોનું આપવા જઈ રહેલા બે કર્મચારીને લૂંટી લેવામાં આવ્યા છે,અજાણ્યા શખ્સો દ્રારા છરી બતાવીને લૂંટ કરવામા આવી છે.અમદાવાદાની કલા ગોલ્ડ નામની પેઢીના બે કર્મચારીઓને લૂંટી લેવામાં આવ્યા છે.સોની વેપારીની દુકાનની સીસીટીવી પણ સામે આવ્યા છે,જેના આધારે પોલીસે તપાસ હાથધરી છે.સોનીની દુકાનમાં ડિલિવરી કરીને કુતિયાણા ગયા હતા અને કુતિયાણાથી પરત ફરતી વખતે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.કુતિયાણાથી પરત ફરતા સમયે બની ઘટના. 5 સપ્ટેમ્બર 2024ના રોજ પાલડીમાં આંગડિયા પેઢીના કર્મી સાથે લૂંટની ઘટના પાલડીમાં રામબાગ ક્રોસિંગ પાસે 15 લાખ રૂપિયાની લૂંટ થયાની ઘટના બની છે.જેમાં આંગડિયા પેઢીનો કર્મી રૂપિયા લઈને સીજી રોડથી નિકળ્યા હતા અને વાહન સરખુ ચલાવતા નથી તેમ કહી ઝઘડો કરીને રૂપિયા 15 લાખની લૂંટ ચલાવવામાં આવી છે,પોલીસે આસપાસના સીસીટીવી લઈને તપાસ હાથધરી છે. 10 જુલાઈ 2024ના રોજ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મી સાથે લૂંટની ઘટના આંગડિયા પેઢી કર્મીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખ ની લૂંટ થઈ હતી,એલિસબ્રિજ નજીક જીમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી હતી,જેમાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.આ ઘટનાની વાત કરવામાં આવે આંગડિયા પેઢીનો કર્મી રીક્ષામાં બેસીને રૂપિયા લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન બે અજાણ્યા બાઈક સવારોએ રીક્ષાની અંદર બેઠેલા કર્મીને આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટ ચલાવી હતી અને એરગનથી ફાયરિંગ પણ કર્યુ હોવાનું સામે આવ્યુ હતુ. 12 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદના પાલડીમાં અનાજની દુકાનમાં લૂંટની ઘટના પાલડી વિસ્તારમાં થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમબ્રાન્ચને સફળતા મળી છે. જો કે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પ્રથમ બે વખત નિષ્ફળ ગયા બાદ પણ લૂંટારુઓ હાર માન્યા ન હતા. અને ત્રીજી વખત નવી ગેંગ બનાવી લૂંટનો પ્લાન બનાવ્યો.50 થી 60 લાખ રૂપિયા રોકડા મળશે તે ઈરાદાથી લૂંટને અંજામ આપનાર આરોપીઓ રૂપિયા 3 લાખ 10 હજાર અને એક્ટિવાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જોકે ક્રાઈમ બ્રાન્ચએ પાંચ લૂંટારુઓએ ઝડપી લીધા છે.પાલડી ભઠ્ઠા પાસે આવેલ જે એસ બી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ગોડાઉનમાં માલિક અને વેપારીને છરી બતાવી રૂપિયા 3.10 લાખ રોકડા અને એક્ટિવાની લૂંટનો બનાવ બન્યો હતો. 16 જુલાઈ 2024ના રોજ અમદાવાદમાં સોનાના વેપારીને પગમાં ગોળી મારી લૂંટની ઘટના ગાંધી રોડ ઉપર આવેલી ફતાસાની પોળમાં સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોનીની ચાંદીની દુકાનમાં 16 જુલાઈની પોણા ત્રણ વાગ્યાની આસપાસ દુકાન માલિકને પગના ભાગે ગોળી મારી લૂંટની ઘટના બની હતી. ઇજાગ્રસ્ત દુકાન માલિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લૂંટ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.લરી શોપનો માલિક તેની તરફ દરવાજા બાજુ જાય છે. દરમિયાન લૂંટ કરવા આવેલા શખસ તેના ખિસ્સામાંથી બંદૂક કાઢે છે અને જ્વેલર્સની સામે તાકે છે. જ્વેલર્સ તેની પાસેથી બંદૂક છિનવવા માટે પ્રયાસ કરે છે અને બંને વચ્ચે ઝપાઝપી થાય છે. લૂંટારું જ્વેલર્સને સોફામાં પાડી દે છે અને પગના ભાગે ગોળી મારે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ પાલનપુર હાઇવે પર સોનાની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે.અંદાજે દોઢ કિલોથી વધુના સોનાની લૂંટ થઈ છે.જેને લઈ પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે.આંગડિયા કર્મી સોનું લઈને જોધપુર જઈ રહ્યો હતો તે દરમિયાન બસ હોટલ પાસે ઉભી હતી અને સોનાની લૂંટ થઈ હતી.પોલીસે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ હાથધરી છે.
શ્રીરામ હોટલ પાસે રાજસ્થાનની બસમાંથી લૂંટ
બનાસકાંઠાના છાપીના ભરકાવાળાના પાટીયા પાસેનો રાજસ્થાન જતી બસમાં લૂંટનો બનાવ બન્યો હતો,લૂંટ કરનાર આરોપીઓ પહેલા બસમાં જાય છે અને ત્યારબાદ બસમાંથી સોના ભરેલો થેલો લઈને ફરાર થાય છે,જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં પણ દેખાઈ રહ્યું છે કે,આરોપીઓ બસમાંથી નીચે ઉતરે છે અને ખભાના ભાગે થેલો લઈને પાલનપુર તરફ જાય છે.પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરીને નાકાબંધી પણ કરી છે,એ વાત પણ નક્કી છે કે,જે આરોપીઓ લૂંટ કરવા આવ્યા હતા તે લોકોને ખબર હશે પહેલેથી કે આ બસમાં સોનુ લઈને કર્મચારી જઈ રહ્યો છે.
આજે પણ જૂનાગઢમાં બની લૂંટની ઘટના
જૂનાગઢમાં અમદાવાદના પેઢીના કર્મચારીઓ સાથે રૂપિયા 1 કરોડથી વધુની લૂંટ થઈ હોવાની વાત સામે આવી છે,3 અજાણ્યા શખ્સો દ્રારા રોકડ, સોનું સહિત અંદાજે 1 કરોડથી વધુની લૂંટ કરવામા આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે,અમદાવાદની કલા ગોલ્ડ નામની પેઢીના બે કર્મચારીઓ લૂંટાયા હોવાની વાત સામે આવી છે.અમદાવાદથી જૂનાગઢ સોનું આપવા જઈ રહેલા બે કર્મચારીને લૂંટી લેવામાં આવ્યા છે,અજાણ્યા શખ્સો દ્રારા છરી બતાવીને લૂંટ કરવામા આવી છે.અમદાવાદાની કલા ગોલ્ડ નામની પેઢીના બે કર્મચારીઓને લૂંટી લેવામાં આવ્યા છે.સોની વેપારીની દુકાનની સીસીટીવી પણ સામે આવ્યા છે,જેના આધારે પોલીસે તપાસ હાથધરી છે.સોનીની દુકાનમાં ડિલિવરી કરીને કુતિયાણા ગયા હતા અને કુતિયાણાથી પરત ફરતી વખતે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.કુતિયાણાથી પરત ફરતા સમયે બની ઘટના.
5 સપ્ટેમ્બર 2024ના રોજ પાલડીમાં આંગડિયા પેઢીના કર્મી સાથે લૂંટની ઘટના
પાલડીમાં રામબાગ ક્રોસિંગ પાસે 15 લાખ રૂપિયાની લૂંટ થયાની ઘટના બની છે.જેમાં આંગડિયા પેઢીનો કર્મી રૂપિયા લઈને સીજી રોડથી નિકળ્યા હતા અને વાહન સરખુ ચલાવતા નથી તેમ કહી ઝઘડો કરીને રૂપિયા 15 લાખની લૂંટ ચલાવવામાં આવી છે,પોલીસે આસપાસના સીસીટીવી લઈને તપાસ હાથધરી છે.
10 જુલાઈ 2024ના રોજ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મી સાથે લૂંટની ઘટના
આંગડિયા પેઢી કર્મીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખ ની લૂંટ થઈ હતી,એલિસબ્રિજ નજીક જીમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી હતી,જેમાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.આ ઘટનાની વાત કરવામાં આવે આંગડિયા પેઢીનો કર્મી રીક્ષામાં બેસીને રૂપિયા લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન બે અજાણ્યા બાઈક સવારોએ રીક્ષાની અંદર બેઠેલા કર્મીને આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટ ચલાવી હતી અને એરગનથી ફાયરિંગ પણ કર્યુ હોવાનું સામે આવ્યુ હતુ.
12 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદના પાલડીમાં અનાજની દુકાનમાં લૂંટની ઘટના
પાલડી વિસ્તારમાં થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમબ્રાન્ચને સફળતા મળી છે. જો કે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પ્રથમ બે વખત નિષ્ફળ ગયા બાદ પણ લૂંટારુઓ હાર માન્યા ન હતા. અને ત્રીજી વખત નવી ગેંગ બનાવી લૂંટનો પ્લાન બનાવ્યો.50 થી 60 લાખ રૂપિયા રોકડા મળશે તે ઈરાદાથી લૂંટને અંજામ આપનાર આરોપીઓ રૂપિયા 3 લાખ 10 હજાર અને એક્ટિવાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જોકે ક્રાઈમ બ્રાન્ચએ પાંચ લૂંટારુઓએ ઝડપી લીધા છે.પાલડી ભઠ્ઠા પાસે આવેલ જે એસ બી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ગોડાઉનમાં માલિક અને વેપારીને છરી બતાવી રૂપિયા 3.10 લાખ રોકડા અને એક્ટિવાની લૂંટનો બનાવ બન્યો હતો.
16 જુલાઈ 2024ના રોજ અમદાવાદમાં સોનાના વેપારીને પગમાં ગોળી મારી લૂંટની ઘટના
ગાંધી રોડ ઉપર આવેલી ફતાસાની પોળમાં સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોનીની ચાંદીની દુકાનમાં 16 જુલાઈની પોણા ત્રણ વાગ્યાની આસપાસ દુકાન માલિકને પગના ભાગે ગોળી મારી લૂંટની ઘટના બની હતી. ઇજાગ્રસ્ત દુકાન માલિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લૂંટ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.લરી શોપનો માલિક તેની તરફ દરવાજા બાજુ જાય છે. દરમિયાન લૂંટ કરવા આવેલા શખસ તેના ખિસ્સામાંથી બંદૂક કાઢે છે અને જ્વેલર્સની સામે તાકે છે. જ્વેલર્સ તેની પાસેથી બંદૂક છિનવવા માટે પ્રયાસ કરે છે અને બંને વચ્ચે ઝપાઝપી થાય છે. લૂંટારું જ્વેલર્સને સોફામાં પાડી દે છે અને પગના ભાગે ગોળી મારે છે.