Palanpur: સિટીલાઈટ રોડ પર બે આખલા બાખડતા વાહનોને નુકસાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના ભરચક ગણાતા સિટીલાઈટ રોડ પર બે આખલાઓ બાખડતાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બજાર વચ્ચે આખલાઓ બાખડતાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને રાહદારીઓ તથા વાહનચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. બજારના મુખ્ય માર્ગ પર લડાઈ ચડેલા આખલાઓએ રસ્તા પર પાર્ક કરેલી મોટરસાયકલો અને પસાર થતાં વાહનોને અડફેટે લેતા અનેક વાહનોને નુકસાન થયું છે. શહેરમાં રખડતા પશુઓના ત્રાસ વધી ગયો છે કે અવારનવાર વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જેના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે. સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા આ અંગે નગરપાલિકા તંત્રને અનેકવાર રજુઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

