Palanpur: રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું

Nov 1, 2025 - 03:30
Palanpur: રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવિણ માળીના અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અખંડ ભારતના શિલ્પી લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દોડના પ્રારંભે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા. આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતના રજવાડા જોડવાનું કામ કર્યું છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા અને અખંડીતતા માટે કામ કર્યું હતું. પાલનપુર શહેરની ગલીઓ જય સરદાર, ભારત માતા કી જય અને વંદે માતરમ જેવી નારાઓથી ગુંજી ઉઠયું હતું. આ રન ફોર યુનિટી કાર્યક્રમનો રૂટ પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી લઈને ગઠામણ ગેટ, ગુરૂનાનક ચોકથી કલેકટર કચેરી પાલનપુર સુધી દોડનું આયોજન કરાયું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0