Palanpur: બનાસકાંઠાનાં 11 યાત્રાળુ ઉત્તરાખંડમાં ફસાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનાને પગલે પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને તેમાં બનાસકાંઠાના ભાભર તાલુકાના ચીચોદરા ગામના 10 વ્યક્તિઓ સહિત કુલ 11 લોકો ફસાયા હતા જેમાં તેમના સંપર્ક ન થતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. ત્યારે બનાસકાંઠા ડિઝાસ્ટર વિભાગનો સંપર્ક કરતા ડિઝાસ્ટર ઓફિસર સંજય ચૌહાણે હિમાચલ પ્રશાસનનો સંપર્ક કરતા માહિતી મળી હતી અને તેમાં તેઓ રૂષિકેશ ખાતે સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ચીચોદરાથી ચારધામથી યાત્રાએ ગયેલા 10 લોકો અને કાંકરેજ તાલુકાના વરસડા ગામના એક વ્યક્તિ ચારધામની યાત્રા દરમ્યાન ઉત્તરકાશી તરફ 19 કિલોમીટર ડાઉનમાં ભારે વરસાદના કારણે ફસાયા હતા અને ઉત્તરકાશીમાં પુરની સ્થિતિ હોવાને કારણે આગળ રસ્તા તુટી જવાના અને મલબો રસ્તા વચ્ચે પડવાના કારણે વાહન વ્યવહાર બંધ થયો હતો અને મોબાઈલ ટાવરનો સંપર્ક તુટી જવાથી વાત ચીત થઈ શકતી ન હતી. તેવા સંજોગોમાં પરીવારજનોની ચિંતા વધતા તેમને બનાસકાંઠા જિલ્લા ડીઝાસ્ટર વિભાગ અને મામલતદાર ભાભરનો સંપર્ક કરી સઘળી હકિકત જણાવી હતી જે અંગે ભાભર મામલતદાર કચેરી દ્વારા અંગે જિલ્લા કક્ષાએ જાણ કરાઈ હતી અને સ્ટેટ કંટ્રોલરૂમ સુધી સઘળી હકિકત જણાવવામાં આવી હતી ત્યારબાદ મોબાઈલ ટાવર શરૂ થતા ફસાયેલા યાત્રિકોએ પરીવારજનોનો સંપર્ક કરી અને તેઓ ગંગોત્રીથી ઉતરતી વખતે રસ્તામાં 19 કિલોમીટર નીચે ઉતર્યા હતા તે દરમ્યાન ઉત્તરકાશીમાં રસ્તો બંધ થયો હતો અને તેઓને એરલિફ્ટ કરી અને દેહરાદુન લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી એસટી બસ દ્વારા રૂષિકેશ લાવવામાં આવ્યા હતા અને ત્યાં સ્થાનિક પ્રશાસન દ્વારા રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલમાં તેઓ રૂષિકેશ ખાતે સુરક્ષિત છે અને આજે તેઓ રૂષિકેશ થી હરીદ્વાર માટે રવાના થશે અને હરીદ્વારમાં યાત્રા પૂર્ણ કરી ટ્રેન મારફતે તેઓ પરત આવશે તેમ જણાવ્યું છે.યાત્રાળુઓ હાલમાં રૂષિકેશ ખાતે હેમખેમ છે.
What's Your Reaction?






