Palanpur: ચડોતર ગામે તુલસી વિવાહમાં ગ્રામજનોએ રૂ. 51,000 મામેરું ભર્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાલનપુર : પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચડોતર ગામના દશરથભાઈ મેવાડાના ઘરેથી તુલસી માતાને વાજતે ગાજતે ચોરીમાં લાવવામાં આવ્યા હતા. તેમજ ગામના વિજયભાઈ રમણલાલ નાઈના ઘરેથી ભગવાન વિષ્ણુની જાન જોડવામાં આવી હતી. જે જાન ડીજેના તાલ સાથે ગામના મહાદેવના મંદિરમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાદેવના મંદિરમાં લગ્ન મંડપમાં તુલસી માતા અને ભગવાન વિષ્ણુના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા વિષ્ણુ ભગવાન અને તુલસી માતાના ફેરા ફેરવવામાં આવ્યા હતા. તુલસી વિવાહ પ્રસંગે ગ્રામજનો દ્વારા 51,000 રૂપિયાનું મામેરું ભરવામાં આવ્યા હતા. તુલસી વિવાહ સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તુલસી વિવાહનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. સમગ્ર તુલસી વિવાહનું આયોજન ચડોતર મહિલા ભક્ત મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

