Padraની ક્રોનેક્ષ કંપનીમાં કામદારના મોતથી ભારે હોબાળો, પરિજનોનો રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના પાદરા તાલુકાના ડભાસા ગામ નજીક આવેલી ક્રોનેક્ષ કંપનીમાં એક કામદારનું મોત થતાં ભારે આક્રોશ ફેલાયો છે. કામદારના મૃત્યુ અંગે કંપની દ્વારા પરિવારને તાત્કાલિક જાણ ન કરાઈ હોવાના આક્ષેપો સાથે પરિજનો અને ગ્રામજનોએ કંપની તેમજ હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. આ મામલે વળતર અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ક્રોનેક્ષ કંપનીમાં કામ કરતા એક કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું.
ક્રોનેક્ષ કંપનીમાં કામદારના મોતથી પરિજનોમાં રોષ
આ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને ગ્રામજનો તાત્કાલિક ક્રોસરોડ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે કંપનીના અધિકારીઓ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે કંપનીએ કામદારના મોત અંગે સમયસર જાણ ન કરીને બેદરકારી દાખવી છે. આક્રોશિત ગ્રામજનો અને પરિજનોએ માત્ર હોસ્પિટલ ખાતે જ નહીં પરંતુ કંપનીના ગેટ પર પણ પહોંચીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
વળતરની માંગ અને ન્યાયની માગ સાથે સૂત્રોચાર
તેઓએ મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની અને આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને ન્યાય અપાવવાની માંગ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલિક ક્રોસરોડ હોસ્પિટલ અને ક્રોનેક્ષ કંપની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે પરિજનોને સમજાવટથી કામ લેવા અપીલ કરી હતી અને ઘટનાની યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી. હાલમાં આ મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે.
What's Your Reaction?






