OMG ! Kalyanpur તાલુકાના મેવાસા ગામમાં ઈયળોનો ઉપદ્રવ,ઘરમાં ઘુસી ઈયળો

બફારા વચ્ચે જમીનમાંથી ઇયળોના ઝુંડ નિકળ્યા ગામમાં ઘરોમાં ઇયળોના ઉપદ્રવથી લોકો પરેશાન લોકોને ઘરોમાં રહેવા અને જમવામાં મુશ્કેલી કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામ અને કરણ ધાર વિસ્તારમાં ઇયળોનો ઉપદ્રવ વધ્યો છે.વરસાદ અને ગરમીના બફારા વચ્ચે જમીનમાંથી ઇયળોના ઝુંડ બહાર નિકળ્યા છે.ગામમાં ઘરોમાં ઇયળોના ઉપદ્રવથી લોકો પરેશાન છે.ઇયળોના ઢગલા કરણધાર વિસ્તાર અને મેવાસા ગામ વિસ્તારોમાં નિકળ્યા છે. સ્થાનિકોની મુશ્કેલી વધી જમીનમાંથી લાલ કલરની ઇયળોના ઢગલા નિકળી પડતાં લોકોને ઘરમાં રહેવામાં મુશ્કેલી પડી રહી છે,નાના બાળકોને કયા સુવડાવવા તેને લઈ લોકો ચિંતામાં મૂકાયા છે.મેવાસા ગામ અને કરણ ધાર વિસ્તારોમાં ઢગલો ઇયળો નિકળી પડતાં લોકોમાં કુતૂહલ સર્જાયું છે,ગરમી અને વરસાદના કારણે આ ઈયળો બહાર નિકળી આવી છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,તંત્ર દ્રારા કોઈ કામગીરી કરાઈ રહી નથી,જેના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઈયળથી કઈ રીતે છૂટકારો મળે જાણો સૌ પ્રથમ જૈવિક રીતે આયરથી છુટકારો મેળવવા માટે ચોખાનું ભૂંસું, ગોળનું પાણી અથવા બ્રાઉન ખાંડ પર આધારિત પ્રલોભન પદ્ધતિનો ઉપયોગ સાંજના સમયે જમીન પર નાખી કરી શકાય છે.લીમડાના પાંદડા અથવા લીંબોળીનું તેલ અથવા અર્ક અને પોંગમિયા ગ્લાબ્રા બીજનો અર્ક સ્પોડોપ્ટેરા લિટરુ લાર્વા સામે ખૂબ અસરકારક છે.ઉદાહરણ તરીકે, અઝાદીરાચીન 1500 પીપીએમ ૫ મીલી/લિ અથવા NSKE 5 ટકા ઇંડા મૂકવાના ચરણ દરમિયાન વાપરી શકાય છે, જે ઇંડાને સેવનથી અટકાવે છે.જો જૈવિક રીતે આ રોગનો નિયંત્રણન થાય ત્યારે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી એકંદરે ઉત્પાદનમાં વધારો લઈ શકાય અને છોડને નુકસાન થતું અટકાવી શકાય.ઈયળ શું હોય છે ફોલ આર્મીવોર્મની ઈયળ ચારથી પાંચ વખત નિર્મોચન કરતી હોવાથી પાંચ થી છ અવસ્થા જોવા મળે છે. પ્રથમ અવસ્થાની ઈયળો લીલાશ પડતાં સફેદ રંગની કાળા માથાવાળી હોય છે. શરીર પર ભૂખરા રંગના ટપકાંઓની પાંચ હાર જોવા મળે છે. ટપકાંઓ પર નાના વાળ આવેલા હોય છે.પૂર્ણ વિકસીત ઈયળ ૪૦ થી ૪૫ મિ.મી. લાંબી તેમજ પ થી ૬ મિ.મી. જેટલી પહોળી હોય છે. પૂર્ણ વિકસિત ઈયળની માથાની લંબાઈ ૨.૮ મિ.મી. જયારે પહોળાઈ ૨.૯ મિ.મી. જેટલી હોય છે. પૂર્ણ વિકસિત ઈયળના માથા અને પક્ષના પ્રથમ ખંડ પર નરી આંખે જોઈ શકાય તેવી અંગ્રેજી ‘Y' આકારના સફેદ રંગની નિશાની જોવા મળે છે. ઈયળના વક્ષના પ્રથમ ખંડ પર કવચ આવેલું હોય છે. ઈયળના આખા શરીર પર ઊભી આછા સફેદ રંગની પાંચ રેખાઓ જોવા મળે છે. પૂર્ણ વિકસીત ઈયળના ઉપરના ભાગ પર આછા સફેદ રંગની ત્રણ રેખાઓ વચ્ચે બબ્બે ટપકાંઓ હોય છે જેની ગોઠવણ ઈયળના જુદા જુદા ખંડ મુજબ જુદી જુદી રીતે જોવા મળે છે.

OMG ! Kalyanpur તાલુકાના મેવાસા ગામમાં ઈયળોનો ઉપદ્રવ,ઘરમાં ઘુસી ઈયળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બફારા વચ્ચે જમીનમાંથી ઇયળોના ઝુંડ નિકળ્યા
  • ગામમાં ઘરોમાં ઇયળોના ઉપદ્રવથી લોકો પરેશાન
  • લોકોને ઘરોમાં રહેવા અને જમવામાં મુશ્કેલી

કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામ અને કરણ ધાર વિસ્તારમાં ઇયળોનો ઉપદ્રવ વધ્યો છે.વરસાદ અને ગરમીના બફારા વચ્ચે જમીનમાંથી ઇયળોના ઝુંડ બહાર નિકળ્યા છે.ગામમાં ઘરોમાં ઇયળોના ઉપદ્રવથી લોકો પરેશાન છે.ઇયળોના ઢગલા કરણધાર વિસ્તાર અને મેવાસા ગામ વિસ્તારોમાં નિકળ્યા છે.

સ્થાનિકોની મુશ્કેલી વધી

જમીનમાંથી લાલ કલરની ઇયળોના ઢગલા નિકળી પડતાં લોકોને ઘરમાં રહેવામાં મુશ્કેલી પડી રહી છે,નાના બાળકોને કયા સુવડાવવા તેને લઈ લોકો ચિંતામાં મૂકાયા છે.મેવાસા ગામ અને કરણ ધાર વિસ્તારોમાં ઢગલો ઇયળો નિકળી પડતાં લોકોમાં કુતૂહલ સર્જાયું છે,ગરમી અને વરસાદના કારણે આ ઈયળો બહાર નિકળી આવી છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,તંત્ર દ્રારા કોઈ કામગીરી કરાઈ રહી નથી,જેના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.


ઈયળથી કઈ રીતે છૂટકારો મળે જાણો

સૌ પ્રથમ જૈવિક રીતે આયરથી છુટકારો મેળવવા માટે ચોખાનું ભૂંસું, ગોળનું પાણી અથવા બ્રાઉન ખાંડ પર આધારિત પ્રલોભન પદ્ધતિનો ઉપયોગ સાંજના સમયે જમીન પર નાખી કરી શકાય છે.લીમડાના પાંદડા અથવા લીંબોળીનું તેલ અથવા અર્ક અને પોંગમિયા ગ્લાબ્રા બીજનો અર્ક સ્પોડોપ્ટેરા લિટરુ લાર્વા સામે ખૂબ અસરકારક છે.ઉદાહરણ તરીકે, અઝાદીરાચીન 1500 પીપીએમ ૫ મીલી/લિ અથવા NSKE 5 ટકા ઇંડા મૂકવાના ચરણ દરમિયાન વાપરી શકાય છે, જે ઇંડાને સેવનથી અટકાવે છે.જો જૈવિક રીતે આ રોગનો નિયંત્રણન થાય ત્યારે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી એકંદરે ઉત્પાદનમાં વધારો લઈ શકાય અને છોડને નુકસાન થતું અટકાવી શકાય.

ઈયળ શું હોય છે

ફોલ આર્મીવોર્મની ઈયળ ચારથી પાંચ વખત નિર્મોચન કરતી હોવાથી પાંચ થી છ અવસ્થા જોવા મળે છે. પ્રથમ અવસ્થાની ઈયળો લીલાશ પડતાં સફેદ રંગની કાળા માથાવાળી હોય છે. શરીર પર ભૂખરા રંગના ટપકાંઓની પાંચ હાર જોવા મળે છે. ટપકાંઓ પર નાના વાળ આવેલા હોય છે.પૂર્ણ વિકસીત ઈયળ ૪૦ થી ૪૫ મિ.મી. લાંબી તેમજ પ થી ૬ મિ.મી. જેટલી પહોળી હોય છે. પૂર્ણ વિકસિત ઈયળની માથાની લંબાઈ ૨.૮ મિ.મી. જયારે પહોળાઈ ૨.૯ મિ.મી. જેટલી હોય છે. પૂર્ણ વિકસિત ઈયળના માથા અને પક્ષના પ્રથમ ખંડ પર નરી આંખે જોઈ શકાય તેવી અંગ્રેજી ‘Y' આકારના સફેદ રંગની નિશાની જોવા મળે છે. ઈયળના વક્ષના પ્રથમ ખંડ પર કવચ આવેલું હોય છે. ઈયળના આખા શરીર પર ઊભી આછા સફેદ રંગની પાંચ રેખાઓ જોવા મળે છે. પૂર્ણ વિકસીત ઈયળના ઉપરના ભાગ પર આછા સફેદ રંગની ત્રણ રેખાઓ વચ્ચે બબ્બે ટપકાંઓ હોય છે જેની ગોઠવણ ઈયળના જુદા જુદા ખંડ મુજબ જુદી જુદી રીતે જોવા મળે છે.