Olpadના સાયણમાં વોટરજેટના કામદારોની હડતાળ: વિવિધ માગણીઓને લઈ યુપી-બિહારના શ્રમિકો થયા એકઠા

Oct 4, 2026 - 13:00
Olpadના સાયણમાં વોટરજેટના કામદારોની હડતાળ: વિવિધ માગણીઓને લઈ યુપી-બિહારના શ્રમિકો થયા એકઠા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા સાયણ વિસ્તારમાં વોટરજેટ ટેક્સટાઈલ એકમોમાં કામ કરતા કામદારોએ અચાનક હડતાળ પાડીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. રવિવારની સાપ્તાહિક રજા આપવા તેમજ અન્ય પડતર માગણીઓને લઈને મોટી સંખ્યામાં કામદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ કરનારાઓમાં ઉત્તર પ્રદેશ અને બિહારથી આવેલા પરપ્રાંતીય શ્રમિકોની સંખ્યા ખૂબ જ મોટી હતી, જેના કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

પોલીસે સ્થળ પર પહોંચી ટોળાને વિખેર્યું

કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન ઉગ્ર બનાવીને અન્ય કંપનીઓ અને કારખાનાઓ પણ બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ ઓલપાડ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પરિસ્થિતિ વણસે તે પહેલાં પોલીસે સમયસૂચકતા વાપરીને ગેરકાયદેસર રીતે એકઠા થયેલા અને કંપનીઓ બંધ કરાવવા જતાં કામદારોના ટોળાને વિખેરી નાખ્યું હતું.

વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલિંગ

અનિચ્છનીય બનાવ ન બને અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર ઓલપાડ અને સાયણ ઔદ્યોગિક વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસે પરિસ્થિતિ પર પૂર્ણ રીતે કાબૂ મેળવી લીધો છે અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0