Nepalમાં સર્જાયેલી હોનારત વચ્ચે સુરતના એક જ પરિવારના 3 લોકો થયા લાપતા

Aug 28, 2026 - 15:30
Nepalમાં સર્જાયેલી હોનારત વચ્ચે સુરતના એક જ પરિવારના 3 લોકો થયા લાપતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પડોશી દેશ નેપાળમાં સર્જાયેલી ભારે તારાજી અને કુદરતી આફત વચ્ચે સુરત શહેરના એક જ પરિવારના ત્રણ સભ્યો લાપતા થતાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મૂળ સુરતના પરેશભાઈ પટેલ, તેમના પુત્ર અને પુત્રવધૂ જ્યોતિબેન પટેલ 20 તારીખે યુએસએ (USA) થી નેપાળ ફરવા માટે આવ્યા હતા. ત્યારબાદ તેમની પુત્રી મીનાક્ષીબેન રામાણી પણ 22 તારીખે મુંબઈથી નેપાળ ખાતે પહોંચીને પરિવાર સાથે જોડાઈ હતી. તમામ સભ્યો એકસાથે માનસરોવર યાત્રા અને પ્રવાસે નીકળ્યા હતા, પરંતુ કુદરતી આફત બાદ તેમનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી.

23 તારીખે થઈ હતી છેલ્લી વાત

પરિવારના વૃદ્ધ માતા સાથે 23 તારીખે છેલ્લી વખત ટેલિફોનિક વાતચીત થઈ હતી. તે સમયે પરેશભાઈ અને પરિવારે જણાવ્યું હતું કે તેમનું ઇમિગ્રેશન થઈ ગયું છે અને તેઓ માનસરોવર તરફ આગળ વધી રહ્યા છે. આ છેલ્લી વાતચીત બાદથી જ પરિવારના ત્રણેય સભ્યોનો ફોન બંધ આવે છે અને સંપર્ક તૂટી ગયો છે. સંતાનો અને પરિવારજનો લાપતા થતાં વૃદ્ધ માતા ઘેરા આઘાતમાં સરી પડ્યા છે અને તેમણે રડતી આંખે સરકાર તેમજ વિદેશ મંત્રાલય પાસે પરિવારના સભ્યોને ઝડપથી શોધીને હેમખેમ પરત લાવવા માટે મદદની વિનંતી કરી છે.

વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવા કવાયત 

સુરતના પરિવારજનો લાપતા થયાની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો અને તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. નેપાળ ખાતે ભારતીય દૂતાવાસ અને કેન્દ્રીય વિદેશ મંત્રાલયનો સંપર્ક કરીને લાપતા થયેલા પરેશભાઈ પટેલ અને તેમના પરિવારની ભૌગોલિક સ્થિતિ ટ્રેસ કરવા તેમજ શોધખોળ કામગીરી (Search Operation) ઝડપી બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0