Ambaji: દાંતા સિવિલ હોસ્પિટલમાં સામાન્ય વરસાદમાં ભરાયા પાણી, ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ તંત્રનું પેટનું પાણી ન હલતાં દર્દીઓ બહાલ

Sep 18, 2026 - 22:00
Ambaji: દાંતા સિવિલ હોસ્પિટલમાં સામાન્ય વરસાદમાં ભરાયા પાણી, ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ તંત્રનું પેટનું પાણી ન હલતાં દર્દીઓ બહાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંબાજી નજીક આવેલી દાંતા સિવિલ હોસ્પિટલમાં ચોમાસાની શરૂઆત સાથે જ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. માત્ર સામાન્ય વરસાદ પડતાં જ સિવિલ હોસ્પિટલના મુખ્ય પરિસરમાં ગોઠણસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ પરિસ્થિતિને કારણે હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા ઇમરજન્સી અને ઇન્ડોર દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

દાંતા સિવિલ હોસ્પિટલ બેટમાં ફેરવાઈ

અવારનવાર સામાન્ય વરસાદ દરમિયાન પણ સિવિલ હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની રહી છે. હોસ્પિટલના એન્ટ્રી ગેટથી લઈને પરિસર સુધી પાણી ભરાઈ જવાથી અસહ્ય ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધવાની ભીતિ સેવાઈ રહી છે, જે દર્દીઓના સ્વાસ્થ્ય સામે વધુ એક મોટો ખતરો ઉભો કરે છે.ચોમાસા દરમિયાન હોસ્પિટલમાં પાણી ન ભરાય તે માટે થોડા સમય પહેલાં જ તંત્ર દ્વારા વિશેષ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી. આમ છતાં, કાગળ પર કામગીરી થઈ હોવાનો દાવો અને પ્રત્યક્ષ રીતે પરિસરમાં પાણી ભરાયેલા હોવાને કારણે સરકારી ગ્રાન્ટના યોગ્ય વપરાશ અને તંત્રની કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દર્દીઓ અને પરિવારજનોને ભારે હાલાકી

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા દાંતામાં નવી સિવિલ હોસ્પિટલ બનાવવા માટે જમીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. તેમ છતાં કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાથી દર્દીઓને આ જૂની અને પાણી ભરાવાની સમસ્યાવાળી હોસ્પિટલમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. સ્થાનિક રહીશો અને અગ્રણીઓ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે પાણી નિકાલ કરવાની અને નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ ઝડપી બનાવવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Amreli: 22 વર્ષથી ફરાર ગુનેગાર 'બાપુ' બનીને બેઠો હતો! દલખાણીયા રેન્જના વન ગુનામાં ફરાર 4 આરોપીઓ ઝડપાયા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0