Navsariમાં રખડતાં ઢોરનો ભયાનક આતંક, કાળ બનીને ભ્રમણ કરતા ઢોરે બે યુવકોના બલિ લીધા...!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસેને દિવસે અત્યંત પ્રાણઘાતક બની રહ્યો છે. શહેરમાં રખડતાં ઢોરના કારણે સર્જાયેલી બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં બે આશાસ્પદ યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. આ કાળજું કંપાવનારી ઘટનાઓને પગલે સમગ્ર નવસારી જિલ્લામાં શોકની કાલિમા છવાઈ ગઈ છે અને સ્થાનિક પ્રશાસનની ઘોર નિષ્ક્રિયતા સામે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સિંધી કેમ્પમાં આખલાની લડાઈમાં ઘવાયેલા યોગેશ પટેલનું સુરત સિવિલમાં અસાન
મળતી માહિતી અનુસાર, નવસારીના સિંધી કેમ્પ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે ભયાનક લડાઈ જામી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા યોગેશ પટેલ નામના યુવક આખલાની ચપેટમાં આવી જતાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રથમ નવસારી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યોગેશ પટેલનું કરૂણ મોત નીપજ્યું હતું. બીજી તરફ, નવસારી નજીકના એરુ ગામે પણ રાત્રિના સમયે એક યુવક બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ગાય સાથે ભટકાતાં ગંભીર ઈજાઓને કારણે તેનું પણ મોત નીપજ્યું હતું.
ઢોરમુક્ત શહેરના પોકળ દાવાઓ સામે સવાલો
નવસારી નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વારંવાર શહેરને "રખડતાં ઢોરમુક્ત" કરવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં રસ્તાઓ પર રખડતા ઢોર કાળ બનીને ભ્રમણ કરી રહ્યા છે. બે-બે યુવાનોએ રખડતાં ઢોરના કારણે જીવ ગુમાવતાં જાગૃત નાગરિકોએ તંત્રની બેદરકારી સામે ફિટકાર વરસાવ્યો છે. શહેરીજનો માગ કરી રહ્યા છે કે પાલિકા તાત્કાલિક કડક ઝુંબેશ ચલાવીને રખડતાં ઢોરોને પાંજરે પૂરે જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય.
આ પણ વાંચો : Ambajiમાં નવરાત્રિના પ્રથમ નોરતે ટ્રાફિકની ભયાનક સ્થિતિ, ગબ્બરથી દાંતા સર્કલ સુધી વાહનોની લાંબી કતારો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

