Navsariમાં ગાજવીજ સાથે વરસેલા ધોધમાર વરસાદે તારાજી સર્જી, જુઓ Video

Sep 28, 2025 - 15:30
Navsariમાં ગાજવીજ સાથે વરસેલા ધોધમાર વરસાદે તારાજી સર્જી, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવસારીના તલાવચોરા, શામળા ફળિયા, ખૂંધ ગામે તારાજી સર્જાઈ છે, ભારે પવનથી અનેક લોકોના ઘર પતરા ઉડ્યા છે, વાવાઝોડાથી ચીકુની વાડીઓમાં ભારે નુકસાન થયું છે અને તાત્કાલિક સરવે કરીને સહાય ચૂકવવા માટે માગ કરાઈ છે.

નવસારીના ચીખલીમાં વાવાઝોડાના કારણે નુકસાન

નવસારીના ચીખલીમાં વાવાઝોડાના કારણે નુકસાન થયું છે, ગાજવીજ સાથે વરસેલા ધોધમાર વરસાદે તારાજી સર્જી છે, સરકારી અનાજના ગોડાઉનની દિવાલ ધરાશાયી થઈ છે અને પતરા સહિત શેડ પણ ભારે પવનમાં થયો ધરાશાયી, ભારે વરસાદને લઈ ગોડાઉનમાં રાખેલું અનાજ પલળ્યું છે અને શેડ ધરાશાયી થતા 275 ટન અનાજનો જથ્થો પલળ્યો છે, 125 ટન ચોખા અને 152 ટન ઘઉંનો જથ્થો પલળ્યો છે અને 2185 ચોખાની બોરી અને 3045 ઘઉંની બોરીમાં નુકસાન થયું છે.

નવસારીમાં ભારે પવન સાથે વરસાદથી મકાનોના પતરા ઉડ્યા

નવસારીમાં ભારે પવન સાથે વરસાદથી મકાનોના પતરા ઉડ્યા છે અને જાહેરાતના મોટા હોર્ડિંગ ભારે પવનમાં થયા ધરાશાયી, નવસારીના વાંસદા તાલુકામાં વાવાઝોડાથી હાલાકી પડી રહી છે, ભારે પવનથી અનેક જગ્યાએ વૃક્ષ અને વીજ પોલ તૂટ્યા છે અને મુખ્ય માર્ગો ઉપર વૃક્ષો ધરાશાયી થતા માર્ગો અવરોધાયા છે, વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. નવસારીની અંબિકા નદીમાં પાણીની આવક

અંબિકા નદીમાં 4 કલાકમાં જળ સપાટીમાં 8 ફૂટનો વધારો થયો છે. નદીનું જળસ્તર વધતા પૂરનું સંકટ તોળાયું છે અને ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક નોંધાઈ છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0