Navsariના ગણદેવી તાલુકામાં 3 ઈંચ વરસાદ નોંધાયો,રોડ પર ફરી વળ્યા પાણી

ડાંભર રોડ ઉપર ફરી વળ્યા વરસાદી પાણી રસ્તા ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકી નવસારી જિલ્લામાં મેઘો મુશળધાર નવસારી તાલુકાના ગણદેવી તાલુકામાં સવારથી મેઘરાજા વરસી રહ્યાં છે,તો ગણદેવી તાલુકામાં 3 ઈંચ વરસાદ નોંધાય છે,રોડ પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.દેમાર વરસાદને પગલે ગણદેવી ડાંભર રોડ ઉપર ફરી વળ્યા છે વરસાદી પાણી.ગામની ખાડીમાં પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણી ફરી વળ્યા છે.નિચાણવાળા વિસ્તારમાં તો એવી સ્થિતિ છે કે લોકોના ઘરમાં આ પાણી ઘુસી ગયા છે.વલસાડમાં 6 ઈંચ વરસાદ હવામાન વિભાગ દ્વારા ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ભુક્કા બોલાવ્યાં હતા. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં વલસાડમાં 6 ઈંચ તો ગણદેવી અને ખેરગામમાં પાંચ-પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીના જળસ્તરમાં એક ફૂટથી વધુનો વધારો થયો છે. નદીમાં પાણી વધતા આતલીયા ઉંડાચને જોડતો પુલ પાણીમાં ગરકાવ થવાને આરે પહોંચ્યો છે. જો આ પુલ પાણીમાં ગરકાવ થશે તો અનેક ગામોને લાંબો ચકરાવો મારવો પડશે. જાણો આજે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સુરત, ભરૂચ,ડાંગ,તાપી,નવસારી,વલસાડ,દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો આજે કયા જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ,નર્મદા,આણંદ,બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા,ભાવનગર,ગીર સોમનાથ,દીવ,જૂનાગઢ,બોટાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

Navsariના ગણદેવી તાલુકામાં 3 ઈંચ વરસાદ નોંધાયો,રોડ પર ફરી વળ્યા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડાંભર રોડ ઉપર ફરી વળ્યા વરસાદી પાણી
  • રસ્તા ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકી
  • નવસારી જિલ્લામાં મેઘો મુશળધાર

નવસારી તાલુકાના ગણદેવી તાલુકામાં સવારથી મેઘરાજા વરસી રહ્યાં છે,તો ગણદેવી તાલુકામાં 3 ઈંચ વરસાદ નોંધાય છે,રોડ પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.દેમાર વરસાદને પગલે ગણદેવી ડાંભર રોડ ઉપર ફરી વળ્યા છે વરસાદી પાણી.ગામની ખાડીમાં પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણી ફરી વળ્યા છે.નિચાણવાળા વિસ્તારમાં તો એવી સ્થિતિ છે કે લોકોના ઘરમાં આ પાણી ઘુસી ગયા છે.

વલસાડમાં 6 ઈંચ વરસાદ

હવામાન વિભાગ દ્વારા ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ભુક્કા બોલાવ્યાં હતા. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં વલસાડમાં 6 ઈંચ તો ગણદેવી અને ખેરગામમાં પાંચ-પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો.


કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો

નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીના જળસ્તરમાં એક ફૂટથી વધુનો વધારો થયો છે. નદીમાં પાણી વધતા આતલીયા ઉંડાચને જોડતો પુલ પાણીમાં ગરકાવ થવાને આરે પહોંચ્યો છે. જો આ પુલ પાણીમાં ગરકાવ થશે તો અનેક ગામોને લાંબો ચકરાવો મારવો પડશે.

જાણો આજે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સુરત, ભરૂચ,ડાંગ,તાપી,નવસારી,વલસાડ,દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણો આજે કયા જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ,નર્મદા,આણંદ,બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા,ભાવનગર,ગીર સોમનાથ,દીવ,જૂનાગઢ,બોટાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.