Navsari જિલ્લાની નદીઓમાં આવ્યું ઘોડાપૂર,ઉડાચ ગામનો રોડ થયો બંધ

અંબિકા, પુર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપૂર કાવેરી નદી પર લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ લો-લેવલ બ્રિજ પર પાણીથી ઉડાચ ગામને હાલાકી નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે.અંબિકા, પુર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા તંત્ર એલર્ટ મોડ પર છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.આંતલિયા ઉડાચ વચ્ચે કાવેરી નદી પર આવેલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે.બ્રિજ પાણીમાં ગરકાવ થતા ઉડાચ ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉડાચ ગામે ભારે હાલાકી ઉડાચ ગામના લોકોએ મોટો ચકરાવો લઈને બિલિમોરા તેમજ ગણદેવી પહોંચવા બન્યા છે મજબૂર.પાણી ફરી વળતા ઉડાચ ગામનો રોડ અવર-જવર માટે બંધ કરાયો છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,દર વર્ષે વરસાદમાં આજ સ્થિતિનું નિર્માણ થાય છે,નદીની ઉપર બ્રિજ બનાવવામાં આવે તો આ સ્થિતિનું નિર્માણ ના થાય.ઉડાચ ગામના કોઝવે પર પાણી ફરી વળતા એક ગામથી બીજા ગામે જવા દૂરદૂર ફરીને જઉ પડે છે. પૂર્ણા નદીમાં નવા નીરની આવક ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ છે,ત્યારે નદીઓ બે કાંઠે વહી રહી છે,નવસારીની અંબિકા નદી અને કાવેરી નદીમાં ભારે માત્રામાં પાણી વહી રહ્યું છે,નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે,સાથે સાથે વહીવટી તંત્ર તમામ જગ્યાએ નજર રાખી રહ્યું છે,શહેરમાં ભારે વરસાદ વરસતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. નદીઓની જોખમી જળસપાટી અંબિકા નદીની સપાટી વધતા રોડ વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતાને પગલે સમગ્ર બીલીમોરા નગરપાલિકા વિસ્તારના નદીકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. સમગ્ર જિલ્લા તંત્ર કાવેરી અને અંબિકા નદીની જળ સપાટી પર નજર રાખી રહ્યું છે.

Navsari જિલ્લાની નદીઓમાં આવ્યું ઘોડાપૂર,ઉડાચ ગામનો રોડ થયો બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અંબિકા, પુર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપૂર
  • કાવેરી નદી પર લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ
  • લો-લેવલ બ્રિજ પર પાણીથી ઉડાચ ગામને હાલાકી

નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે.અંબિકા, પુર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા તંત્ર એલર્ટ મોડ પર છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.આંતલિયા ઉડાચ વચ્ચે કાવેરી નદી પર આવેલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે.બ્રિજ પાણીમાં ગરકાવ થતા ઉડાચ ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉડાચ ગામે ભારે હાલાકી

ઉડાચ ગામના લોકોએ મોટો ચકરાવો લઈને બિલિમોરા તેમજ ગણદેવી પહોંચવા બન્યા છે મજબૂર.પાણી ફરી વળતા ઉડાચ ગામનો રોડ અવર-જવર માટે બંધ કરાયો છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,દર વર્ષે વરસાદમાં આજ સ્થિતિનું નિર્માણ થાય છે,નદીની ઉપર બ્રિજ બનાવવામાં આવે તો આ સ્થિતિનું નિર્માણ ના થાય.ઉડાચ ગામના કોઝવે પર પાણી ફરી વળતા એક ગામથી બીજા ગામે જવા દૂરદૂર ફરીને જઉ પડે છે.


પૂર્ણા નદીમાં નવા નીરની આવક

ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ છે,ત્યારે નદીઓ બે કાંઠે વહી રહી છે,નવસારીની અંબિકા નદી અને કાવેરી નદીમાં ભારે માત્રામાં પાણી વહી રહ્યું છે,નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે,સાથે સાથે વહીવટી તંત્ર તમામ જગ્યાએ નજર રાખી રહ્યું છે,શહેરમાં ભારે વરસાદ વરસતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે.

નદીઓની જોખમી જળસપાટી

અંબિકા નદીની સપાટી વધતા રોડ વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતાને પગલે સમગ્ર બીલીમોરા નગરપાલિકા વિસ્તારના નદીકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. સમગ્ર જિલ્લા તંત્ર કાવેરી અને અંબિકા નદીની જળ સપાટી પર નજર રાખી રહ્યું છે.