Navsari વિજલપોર પાલિકાના રોજમદાર કર્મચારીનુ કરંટ લાગતા મોત
સ્ટ્રીટ લાઈટ ચેક કરવા યુવક થાભલા પર ચડ્યો હતોનવસારી વિજલપોર પાલિકાના યુવા રોજમદાર કર્મચારીનુ કરંટ લાગતા મોત નિપજ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્મચારી પાલીકાની લાઈટ શાખામાં ફરજ બજાવતો હતો. ફરજ દરમિયાન સ્ટ્રીટ લાઈટ ચેક કરવા યુવક થાભલા પર ચડ્યો હતો. અચાનક જ કરંટ લાગતા તે ગંભીર રીતે દાજ્યો હતો અને નીચે પટકાયો હતો.યુવક પાસે સુરક્ષાના કોઈ સાધનો ન હતાનવસારી વિજલપોર પાલિકામાં ત્રણ માસ અગાઉ જ એક યુવાન રોજમદાર કર્મચારી તરીકે પાલિકામાં જોડાયો હતો. તે નવસારી વિજલપોર પાલિકાની લાઈટ શાખામાં ફરજ બજાવતો હતો. ફરજ દરમિયાન શહેરના જલાલપોર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ ચેક કરવા યુવાન થાંભલા પર ચડ્યો હતો. યુવક થાંભલા પર ચડ્યો ત્યારે તેની પાસે સુરક્ષાના કોઈ પણ સાધનો ન હતા. થાંભલો બાર ફૂટ ઉંચો હતોજે થાંભલા પર યુવક લાઈટ ચેક કરવા ચડ્યો હતો તે થાંભલો બાર ફૂટ ઉંચો હતો. જ્યારે યુવક લાઈટ ચેક કરી રહ્યો હતો ત્યારે અચાનક જ તેને કરંટ લાગતા તે નીચે પટકાયો હતો. યુવક નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી, ત્યારબાદ સ્થાનિકો દ્વારા તુરંત જ તેને નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યા ટુંકી સારવાર બાદ સિવિલમાં જ યુવકનુ મોત નિપજ્યુ હતુ. યુવકના અચાનક મોતથી પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્ટ્રીટ લાઈટ ચેક કરવા યુવક થાભલા પર ચડ્યો હતો
નવસારી વિજલપોર પાલિકાના યુવા રોજમદાર કર્મચારીનુ કરંટ લાગતા મોત નિપજ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્મચારી પાલીકાની લાઈટ શાખામાં ફરજ બજાવતો હતો. ફરજ દરમિયાન સ્ટ્રીટ લાઈટ ચેક કરવા યુવક થાભલા પર ચડ્યો હતો. અચાનક જ કરંટ લાગતા તે ગંભીર રીતે દાજ્યો હતો અને નીચે પટકાયો હતો.
યુવક પાસે સુરક્ષાના કોઈ સાધનો ન હતા
નવસારી વિજલપોર પાલિકામાં ત્રણ માસ અગાઉ જ એક યુવાન રોજમદાર કર્મચારી તરીકે પાલિકામાં જોડાયો હતો. તે નવસારી વિજલપોર પાલિકાની લાઈટ શાખામાં ફરજ બજાવતો હતો. ફરજ દરમિયાન શહેરના જલાલપોર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ ચેક કરવા યુવાન થાંભલા પર ચડ્યો હતો. યુવક થાંભલા પર ચડ્યો ત્યારે તેની પાસે સુરક્ષાના કોઈ પણ સાધનો ન હતા.
થાંભલો બાર ફૂટ ઉંચો હતો
જે થાંભલા પર યુવક લાઈટ ચેક કરવા ચડ્યો હતો તે થાંભલો બાર ફૂટ ઉંચો હતો. જ્યારે યુવક લાઈટ ચેક કરી રહ્યો હતો ત્યારે અચાનક જ તેને કરંટ લાગતા તે નીચે પટકાયો હતો. યુવક નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી, ત્યારબાદ સ્થાનિકો દ્વારા તુરંત જ તેને નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યા ટુંકી સારવાર બાદ સિવિલમાં જ યુવકનુ મોત નિપજ્યુ હતુ. યુવકના અચાનક મોતથી પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો છે.