Navsari: નવસારીમાં ઘરમાં ચાલતી બોગસ હોસ્પિટલ ઝડપાઈ, ડિગ્રી વગર તબીબ કરતો પ્રેક્ટિશ

નવસારીમાં ઘરમાં ચાલતી બોગસ હોસ્પિટલ ઝડપાઈ છે. સાતેમ ગામે બોગસ ડોક્ટર આયુર્વેદિક હોસ્પિટલ ચલાવતો હતો. બોગસ તબીબ ડિગ્રી વગર દર્દીઓને એલોપેથી સારવાર આપતો હતો. SOG પોલીસે કુલ 2.69 લાખનો દવાનો જથ્થો કબ્જે કર્યો છે.રાજ્યમાં ડિગ્રી વગરના ડોક્ટરોનો જાણો રાફડો ફાટ્યો છે. ત્યારે હવે નવસારીમાં સાતેમ ગામે ઘરમાં જ બોગસ ડોક્ટર નટવરલાલ ગોસ્વામી શિવ આયુર્વેદિક હોસ્પિટલ ચલાવતો હતો. બોગસ આયુર્વેદિક હોસ્પિટલમાં ડિગ્રી વગર તબીબ દર્દીઓની પ્રેક્ટિસ કરવા માટે એલોપેથી સારવાર આપતો હતો. આ સાથે બોગસ હોસ્પિટલમાં ઝોલાછાપ તબીબ ઓપરેશન કરતો હતો. બાતમીના આધારે SOG પોલીસે આ કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. બોગસ હોસ્પિટલમાંથી કુલ 2.69 લાખનો દવાનો જથ્થો કબ્જે કર્યો છે.બોગસ હોસ્પિટલ મામલે જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજીને મોટો ખુલાસો કર્યો છે. સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન જિલ્લામાં નવ બોગસ ડોકટર ઝડપાયા છે. શિવ આર્યુવેદિક હોસ્પિટલમાં ડોકટર નટવરલાલ એલોપેથીક પ્રેક્ટિસ કરતો હતો. સાત બેડની હોસ્પિટલ ડોકટર નટવરલાલ ચલાવતો હતો. છેલ્લા બે વર્ષથી ડો.નટવર લાલ હોસ્પિટલ ચલાવતો હતો. ડોકટર નટવર લાલ દ્વારા રજૂ કરાયેલ BAMSની ડીગ્રી અંગે તપાસ ચાલુ છે.એમ.એસ ઓર્થો ડોકટર પણ શિવ હોસ્પિટલમાં સારવાર આપવા જતા હતા. જે અંગે તપાસ હાલ ચાલુ છે.

Navsari: નવસારીમાં ઘરમાં ચાલતી બોગસ હોસ્પિટલ ઝડપાઈ, ડિગ્રી વગર તબીબ કરતો પ્રેક્ટિશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવસારીમાં ઘરમાં ચાલતી બોગસ હોસ્પિટલ ઝડપાઈ છે. સાતેમ ગામે બોગસ ડોક્ટર આયુર્વેદિક હોસ્પિટલ ચલાવતો હતો. બોગસ તબીબ ડિગ્રી વગર દર્દીઓને એલોપેથી સારવાર આપતો હતો. SOG પોલીસે કુલ 2.69 લાખનો દવાનો જથ્થો કબ્જે કર્યો છે.

રાજ્યમાં ડિગ્રી વગરના ડોક્ટરોનો જાણો રાફડો ફાટ્યો છે. ત્યારે હવે નવસારીમાં સાતેમ ગામે ઘરમાં જ બોગસ ડોક્ટર નટવરલાલ ગોસ્વામી શિવ આયુર્વેદિક હોસ્પિટલ ચલાવતો હતો. બોગસ આયુર્વેદિક હોસ્પિટલમાં ડિગ્રી વગર તબીબ દર્દીઓની પ્રેક્ટિસ કરવા માટે એલોપેથી સારવાર આપતો હતો. આ સાથે બોગસ હોસ્પિટલમાં ઝોલાછાપ તબીબ ઓપરેશન કરતો હતો. બાતમીના આધારે SOG પોલીસે આ કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. બોગસ હોસ્પિટલમાંથી કુલ 2.69 લાખનો દવાનો જથ્થો કબ્જે કર્યો છે.

બોગસ હોસ્પિટલ મામલે જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજીને મોટો ખુલાસો કર્યો છે. સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન જિલ્લામાં નવ બોગસ ડોકટર ઝડપાયા છે. શિવ આર્યુવેદિક હોસ્પિટલમાં ડોકટર નટવરલાલ એલોપેથીક પ્રેક્ટિસ કરતો હતો. સાત બેડની હોસ્પિટલ ડોકટર નટવરલાલ ચલાવતો હતો. છેલ્લા બે વર્ષથી ડો.નટવર લાલ હોસ્પિટલ ચલાવતો હતો. ડોકટર નટવર લાલ દ્વારા રજૂ કરાયેલ BAMSની ડીગ્રી અંગે તપાસ ચાલુ છે.એમ.એસ ઓર્થો ડોકટર પણ શિવ હોસ્પિટલમાં સારવાર આપવા જતા હતા. જે અંગે તપાસ હાલ ચાલુ છે.