Navsari: ધવલ પટેલ Vs અનંત પટેલ, ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ

નવસારીના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અનંત પટેલનું શાબ્દિક યુદ્ધ થોડા દિવસથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. નવસારીના સાંસદ ધવલ પટેલએ અનંત પટેલ અને ચૈતર વસાવા સામે શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, કથિત આદિવાસી નેતાઓનું સમાજને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે. વાંસદા ધારાસભ્યનો ઘમંડ પહાડ જેવો છે. લોકસભા ચૂંટણીમાં ઘમંડનો પહાડ મતદારોએ તોડ્યો છે. 7 વર્ષના કાર્યકાળમાં કરેલા 10 કામો અનંત પટેલ બતાવે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અનંત પટેલે વિરૂદ્ધ મતદાન કર્યું હતું. કોંગ્રેસ SC, ST, OBC અનામત હટાવવા માગે છે. અનામત મામલે મૌન સેવી આદિવાસી નેતાનું સમર્થન. 2027માં ભાજપનો ધારાસભ્ય વાંસદામાં આવશે. અનંત પટેલએ જવાબ આપતા પ્રતિઆક્ષેપ કર્યો ધવલ પટેલના આક્ષેપને લઈને ધારાસભ્ય અનંત પટેલએ જવાબની સાથે પ્રતિઆક્ષેપ કરતા જણાવ્યું કે, સરકારે એક પણ ટ્રાયબલ ફેર કર્યો નથી અને ટ્રાયબલ ટ્રેડ ફેરનો ત્રણ દિવસનો ખર્ચો શું સરકાર આપશે? વિધાનસભામાં રજૂઆત કરી ને વાંસદાની કોટેજ હોસ્પિટલ અને લીમઝરની સીએચસી બનાવી છે. આદિવાસી વિસ્તારના પુર્વ પટ્ટીમાં બસ જતી ન હતી એ બસ ચાલુ કરાવી ત્રણ ચાર ગામોમાં મોબાઈલ ટાવર ચાલુ કરાવ્યા છે. આ વિસ્તારમાં વિકાસમાં સૌથી વધારે રોડ રસ્તાઓ બનાવ્યા છે. અમારે શું કરવું શું ન કરવું એ તમારે સમજાવવાની જરૂર નથી. ૩૦ વર્ષથી તમારી સરકાર છે, ડાંગમાં એકપણ બ્લડ બેંક નથી. વાંસદા કોટેજ હોસ્પિટલમાં ડોકટર નથી. ડાંગમાં બ્લડ બેંક ક્યારે ચાલુ કરશો કપરાડા વિસ્તારમાં પાણીની સમસ્યા છે ક્યારે હાલ કરશો. ગુડસ ટ્રેન પ્રોજેક્ટ, ભારતમલા પ્રોજેક્ટ અને ઈકો સેન્સીટીવ ઝોનને લઈ કઈ બોલશો. તમારા RSS અને ભાજપે બંધારણને સળગાવ્યું તો શું તમે રાજીનામું આપશો. 2027માં કોંગ્રેસની સરકાર આવશે અને 2029માં કેન્દ્રમાં પણ કોંગ્રેસની સરકાર આવશે.

Navsari: ધવલ પટેલ Vs અનંત પટેલ, ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવસારીના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અનંત પટેલનું શાબ્દિક યુદ્ધ થોડા દિવસથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.

નવસારીના સાંસદ ધવલ પટેલએ અનંત પટેલ અને ચૈતર વસાવા સામે શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, કથિત આદિવાસી નેતાઓનું સમાજને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે. વાંસદા ધારાસભ્યનો ઘમંડ પહાડ જેવો છે. લોકસભા ચૂંટણીમાં ઘમંડનો પહાડ મતદારોએ તોડ્યો છે. 7 વર્ષના કાર્યકાળમાં કરેલા 10 કામો અનંત પટેલ બતાવે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અનંત પટેલે વિરૂદ્ધ મતદાન કર્યું હતું. કોંગ્રેસ SC, ST, OBC અનામત હટાવવા માગે છે. અનામત મામલે મૌન સેવી આદિવાસી નેતાનું સમર્થન. 2027માં ભાજપનો ધારાસભ્ય વાંસદામાં આવશે.

અનંત પટેલએ જવાબ આપતા પ્રતિઆક્ષેપ કર્યો

ધવલ પટેલના આક્ષેપને લઈને ધારાસભ્ય અનંત પટેલએ જવાબની સાથે પ્રતિઆક્ષેપ કરતા જણાવ્યું કે, સરકારે એક પણ ટ્રાયબલ ફેર કર્યો નથી અને ટ્રાયબલ ટ્રેડ ફેરનો ત્રણ દિવસનો ખર્ચો શું સરકાર આપશે? વિધાનસભામાં રજૂઆત કરી ને વાંસદાની કોટેજ હોસ્પિટલ અને લીમઝરની સીએચસી બનાવી છે. આદિવાસી વિસ્તારના પુર્વ પટ્ટીમાં બસ જતી ન હતી એ બસ ચાલુ કરાવી ત્રણ ચાર ગામોમાં મોબાઈલ ટાવર ચાલુ કરાવ્યા છે. આ વિસ્તારમાં વિકાસમાં સૌથી વધારે રોડ રસ્તાઓ બનાવ્યા છે. અમારે શું કરવું શું ન કરવું એ તમારે સમજાવવાની જરૂર નથી. ૩૦ વર્ષથી તમારી સરકાર છે, ડાંગમાં એકપણ બ્લડ બેંક નથી. વાંસદા કોટેજ હોસ્પિટલમાં ડોકટર નથી. ડાંગમાં બ્લડ બેંક ક્યારે ચાલુ કરશો કપરાડા વિસ્તારમાં પાણીની સમસ્યા છે ક્યારે હાલ કરશો. ગુડસ ટ્રેન પ્રોજેક્ટ, ભારતમલા પ્રોજેક્ટ અને ઈકો સેન્સીટીવ ઝોનને લઈ કઈ બોલશો. તમારા RSS અને ભાજપે બંધારણને સળગાવ્યું તો શું તમે રાજીનામું આપશો. 2027માં કોંગ્રેસની સરકાર આવશે અને 2029માં કેન્દ્રમાં પણ કોંગ્રેસની સરકાર આવશે.