Navratri 2026 : મોંઘાદાટ પાસ વેંચી ખેલૈયાઓનું કરી નાખ્યું! ફેમસ પાર્ટી પ્લોટ્સમાં ભારે હોબાળો

Oct 17, 2026 - 16:30
Navratri 2026 : મોંઘાદાટ પાસ વેંચી ખેલૈયાઓનું કરી નાખ્યું! ફેમસ પાર્ટી પ્લોટ્સમાં ભારે હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં વર્ષ 2026 ના નવરાત્રિ મહોત્સવને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરભરમાં પાર્ટી પ્લોટ્સમાં લાખો રૂપિયાના ખર્ચે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જોકે મોંઘાદાટ પાસ ખરીદીને ગરબે ઘૂમવા પહોંચેલા ખેલૈયાઓ માટે કેટલીક જગ્યાએ આયોજકોની બેદરકારી મુસીબત બની રહી છે.

અમદાવાદના સફેદ પરિંદે ગરબામાં પહેલા જ દિવસે ભારે હોબાળો 

અમદાવાદના લપકામણા વિસ્તારમાં આયોજિત જાણીતા સફેદ પરિંદે ગરબામાં પહેલા જ દિવસે ભારે અવ્યવસ્થાના કારણે ખેલૈયાઓએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. લોકોએ 13 થી 15 હજાર સુધીના મોંઘા પાસ ખરીદ્યા હોવા છતાં ગ્રાઉન્ડ પર પાર્કિંગ, પીવાનું પાણી કે બેસવા જેવી પાયાની સુવિધાઓ પણ મળી નહોતી.
==" target="_blank"> ==

ભોજન-પાણી ખૂટ્યા: ખેલૈયાઓએ જાતે પિત્ઝા બનાવ્યા 

અનલિમિટેડ ફૂડની મોટી જાહેરાતો વચ્ચે ગરબા શરૂ થયાના માત્ર 2 કલાકમાં જ ભોજન અને પાણી ખૂટી પડ્યા હતા. કેટરિંગ સ્ટાફ ગાયબ થઈ જતાં ભૂખ્યા થયેલા કેટલાક ખેલૈયાઓએ જાતે જ પિત્ઝા બનાવવા પડ્યા હોવાનો દાવો કર્યો હતો. ભીડ વધતાં આયોજકોએ ગેટ બંધ કરી દેતાં બહાર ઊભેલા લોકો રોષે ભરાયા હતા, જે બાદ પોલીસે વચ્ચે પડીને એન્ટ્રી શરૂ કરાવવી પડી હતી. માતાજીની આરાધનાના નામે હજારો રૂપિયા પડાવીને લોકોને લૂંટતા આવા આયોજકો સામે તંત્ર ક્યારે કડક પગલાં ભરશે તેવા સવાલો સાથે ખેલૈયાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે, ત્યારે આજે બીજા દિવસે વ્યવસ્થામાં સુધારો થશે કે નહીં તે જોવું રહ્યું.

રાતલડી ગરબામાં મેનેજમેન્ટના નામે ધાંધિયા

અમદાવાદના રાતલડી ગરબામાં ગયેલા એક યુવકે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આયોજકો સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેણે આને જીવનનો સૌથી ખરાબ અનુભવ ગણાવતા કહ્યું કે મોંઘા પાસ છતાં કોઈ સુવિધા નહોતી. તેની નજર સામે જ લગભગ 200 લોકોને મફત એન્ટ્રી આપી દેવાઈ હતી અને ડ્રેસ કોડ વગર લોકો જીન્સમાં પણ પહોંચી ગયા હતા. 
==" target="_blank"> ==

ભારે ભીડ અને નેટવર્કની સમસ્યા

ગ્રાઉન્ડમાં ભારે ભીડને કારણે ગરબા રમવા જગ્યા નહોતી અને લોકો એકબીજાને ધક્કા મારી રહ્યા હતા. નેટવર્ક ન હોવાથી ડિસ્ટ્રિક્ટ એપ પર ટિકિટનો ક્યૂઆર કોડ ખોલવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી. યુવકે સલાહ આપી કે અહીં જવા કરતાં ઓરિજિનલ મંડલી જેવા સારા ગરબામાં જવું જોઈએ, કારણ કે અહીં મેનેજમેન્ટ નથી પણ માત્ર પૈસા કમાવવાનું જ કામ થઈ રહ્યું છે. મોંઘા પાસ છતાં ગરબામાં ભારે અવ્યવસ્થા

નવરાત્રિ દરમિયાન ગરબા આયોજકોની ગેરવ્યવસ્થા સામે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. એક યુવતીએ વીડિયો શેર કરીને પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે તેણે 3 લોકો માટે 7,854 રૂપિયાના પાસ લીધા હતા, પરંતુ આ બધા પૈસા પૂરેપૂરા પાણીમાં ગયા છે. ગ્રાઉન્ડ પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી અને પરિસ્થિતિ એટલી હદે ઓવરક્રાઉડેડ હતી કે અંદર જઈને ગરબા રમવાનું અશક્ય બની ગયું હતું. 
==" target="_blank"> ==
પાર્કિંગના નામે પણ પૈસાની માગણી

યુવતીએ આક્ષેપ કર્યો કે ગ્રાઉન્ડ પર ટુ-વ્હીલર પાર્કિંગ માટે પણ કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. વાહનો રોડ પર પાર્ક કરાવવામાં આવ્યા હતા અને એક્ટિવા પાર્ક કરાવવા બદલ પણ ત્યાં હાજર વ્યક્તિ ચા-પાણીના પૈસા માગી રહી હતી. તેણે આયોજકો સામે સવાલ ઉઠાવતા કહ્યું કે જો આટલી ભીડ સાચવી શકાતી નથી, તો આટલા બધા પાસ શા માટે વેચવામાં આવે છે. મેનેજમેન્ટના અભાવે લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે.સેક્રેડ રાસ ગરબામાં ભારે ભીડથી ખેલૈયાઓ પરેશાન

નવરાત્રિમાં અમદાવાદના ગરબા આયોજનોમાં અવ્યવસ્થાના કિસ્સા સતત વધી રહ્યા છે, ત્યારે સેક્રેડ રાસ ગરબાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં એક યુવતીએ પોતાનો આક્રોશ ઠાલવતા લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ક્રિએટર્સની સ્ટોરી કે થીમ ડેકોરેશન જોઈને અહીં જવાની ભૂલ ન કરવી. તેણે જણાવ્યું કે ગ્રાઉન્ડ પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી અને પરિસ્થિતિ એટલી હદે ઓવરક્રાઉડેડ હતી કે ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું. 

પૈસાની લાલચમાં વધારે ટિકિટો વેચ્યાનો આક્ષેપ

યુવતીએ આક્ષેપ કર્યો કે આયોજકોએ માત્ર પૈસા કમાવાની લાલચમાં ક્ષમતા કરતાં ઘણી વધારે ટિકિટો વેચી દીધી હતી. જનરલ તો ઠીક, ગોલ્ડ અને વીઆઈપી સેક્શનમાં પણ પગ મૂકવાની જગ્યા નહોતી. ગાયક હરિઓમ ગઢવીના સૂર અને સેટઅપ સારું હોવા છતાં, ગરબા રમવા માટે જ જગ્યા ન મળતા લોકોમાં ભારે નિરાશા ફેલાઈ હતી. જ્યારે લોકો કંટાળીને ડેકોરેશન પાસે ફોટા પાડવા બહાર આવ્યા, ત્યારે સિક્યોરિટી ગાર્ડ્સ તેમને ત્યાં પણ રોકી રહ્યા હતા. 

મેદાનમાં પથ્થરો અને પાર્કિંગથી મુશ્કેલી

નવરાત્રિના પહેલા દિવસે શંખુઝ ખાતે આયોજિત સિંગર ઈશાની દવેના ગરબા ઈવેન્ટમાં ભારે ગેરવ્યવસ્થા સામે આવી છે. આ ઈવેન્ટમાં ગયેલી એક યુવતીએ સોશિયલ મીડિયા પર રિવ્યૂ વીડિયો શેર કરીને જણાવ્યું કે પૈસા આપીને પાસ ખરીદ્યા હોવા છતાં ગેટ પર કોઈએ પાસ ચેક પણ નહોતા કર્યા અને લોકો આડેધડ લાકડાના બેરિકેડ્સમાંથી અંદર ઘૂસી રહ્યા હતા. આ ઉપરાંત આખા ગ્રાઉન્ડમાં નાના-મોટા પથ્થરો પથરાયેલા હોવાથી પગમાં ઈજા થવાના ડરે ગરબા રમવાની કોઈ મજા આવી નહોતી અને પાર્કિંગ પણ ઘણું દૂર હોવાના કારણે લોકોને લાંબુ અંતર ચાલીને જવાની ફરજ પડી હતી. આમ, યોગ્ય મેનેજમેન્ટના અભાવે મોંઘા પાસ ખરીદવા છતાં ખેલૈયાઓને ભારે હેરાનગતિ ભોગવવી પડી છે.


રંગ મોરલા ગરબામાં વધુ પડતી ભીડથી ખેલૈયા નારાજ

પાંચમા દિવસે આયોજિત રંગ મોરલા ગરબામાં આદિત્ય ગઢવીના શાનદાર પર્ફોર્મન્સ છતાં ભારે અવ્યવસ્થા જોવા મળી હતી. ગ્રાઉન્ડ નાનું હોવા છતાં ક્ષમતા કરતાં વધારે લોકોને પ્રવેશ અપાતાં ખેલૈયાઓને ગરબે રમવાની તો દૂર, સરખી રીતે ઊભા રહેવાની પણ જગ્યા મળી નહોતી. લોકો સેટિંગ કરીને અંદર ઘૂસી જતાં મોંઘા પાસ લઈને આવેલા લોકોનો અનુભવ બગડ્યો હતો અને ફોટો પડાવવા માટે પણ લાંબો સમય રાહ જોવી પડી હતી. ગ્રાઉન્ડની કેપેસિટી મુજબ જ પાસ વેચવા જોઈએ તેવી નારાજગી વ્યક્ત કરીને આ ઇવેન્ટને 10 માંથી માત્ર 4 રેટિંગ આપવામાં આવ્યું છે. 

આ પણ વાંચો-South vs Bollywood : નેટફ્લિક્સ પર વાગ્યો સાઉથનો ડંકો! ટોપ 10 લિસ્ટમાં 7 સાઉથ ફિલ્મો છવાઈ!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0